Homeગુર્જર નગરીબનાસકાંઠા પર વાવાઝોડું ત્રાટકતા ખેડૂતોને ફરી નુકસાન, બાજરીના પાકનો સોથ બોલાવી નાખ્યો

બનાસકાંઠા પર વાવાઝોડું ત્રાટકતા ખેડૂતોને ફરી નુકસાન, બાજરીના પાકનો સોથ બોલાવી નાખ્યો

Team Chabuk-Gujarat Desk: ગુજરાતનો બનાસકાંઠા (Banaskantha) જિલ્લો કુદરતની થપાટ ખાવામાં મોખરે છે. અતિવૃષ્ટિથી લઈને અનાવૃષ્ટિ કે તીડ સંકટ પણ બનાસકાંઠા (Banaskantha) પર મંડરાયા કરતું હોય છે. એવામાં હવે વાવાઝોડાનો ઉમેરો થયો છે. છેલ્લા ત્રણેક વર્ષથી બનાસકાઠા (Banaskantha) જિલ્લો કુદરતની મારનો ભોગ બન્યો છે.

ગત રાત્રિના ત્રાટકેલા વાવાઝોડાના કારણે ખેડૂતોને મોટાપાયે નુકસાન ગયું હતું. જેમાં બાજરીનો પાક મુખ્ય માનવામાં આવી રહ્યો છે. આ વર્ષે જગતના તાત પર ખરેખર કુદરત રૂઠી છે. ગિર સોમનાથ (Gir somnath) જિલ્લામાં તાઉતે વાવાઝોડાના કારણે કેરી સહિતના પાકને નુકસાન પહોંચ્યું, તો હવે બનાસકાંઠામાં બાજરીના પાકનો સોથ બોલાવી નાખ્યો.

મોડી રાત્રે ત્રાટકેલા વાવઝોડાએ બનાસકાઠાવાસીઓની ઊંઘ ઉડાવી દીધી હતી. ભારે પવનના કારણે ત્રાટકેલા વાવાઝોડાના કારણે એક વ્યક્તિનું મોત થયું છે જ્યારે લોકોની અસ્ક્યામતને ભારે નુકસાન થયું છે. બનાસકાઠાનાં ડીસા, દિયોદર, વાવ, થરાદ, ધાનેરા સહિતના અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે વાવાઝોડુ ત્રાટક્યું હતું. વાવાઝોડું (hurricane) એટલું ભયંકર હતું કે ઘરની બહારની મોટાભાગની વસ્તુઓ કાં તો ઉડાવી દીધી હતી અને કાં તો વેરણછેરણ કરી નાખવામાં આવી હતી.

રાતના સમયે વરસાદ (Rain) થતાં અને મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. જેમાં વિઝીબિલિટીનું પ્રમાણ ઘટી જવાના કારણે દિયોદર તાલુકાના લુંદ્રા પાસે એક ઈકો કાર ટ્રક પાછળ ઘુસી ગઈ હતી અને ભીષણ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ઈકો કારના ચાલકનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. બીજી બાજુ વાવાઝોડાએ બનાસકાઠાને ધમરોળવાનું નક્કી કર્યું હોય તેમ કેટલાય લોકોના ઘરના પતરા હવામાં ઉડવા લાગ્યા હતા.

વાવના ગંભીરપુરા ગામમાં ભેંસ પર ઝાડ પડવાના કારણે એક ભેંસનું પણ મોત થયું છે. તો ગાડી પર વીજપોલ પડી જવાના કારણે પણ નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. કેટલાય પરિવારો વાવાઝોડાની ભયાનકતા જોઈ ઘરમાં દરવાજા બંધ કરી પડી રહ્યા હતા. તો કેટલાય પરિવારો ઘરમાં પણ ખાટલાની નીચે છુપાઈ ગયા હતા. બનાસકાંઠામાં (Banaskantha) વાવાઝોડાના કારણે સાઈઠેક જેટલા ખેડૂતો કુદરતી આપદાનો ભોગ બન્યા છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments