Homeગામનાં ચોરેસાહસનો એ પુરસ્કાર શું કામનો જે પરિવારનું પેટ ન ભરી શકે, પરત...

સાહસનો એ પુરસ્કાર શું કામનો જે પરિવારનું પેટ ન ભરી શકે, પરત કરી દીધો

Team Chabuk-National Desk: દેશમાં નામી અને અનામી અને એક દિવસ પૂરતા યાદ રહી વિસરાય જાય તેવા અસંખ્ય લોકોને તેમની અભૂતપૂર્વ કામગીરી બદલ સન્માનિત કરવામાં આવે છે. જોકે એવોર્ડ વિજેતાની બાદમાં શું સ્થિતિ થઈ તેના અંગે કોઈ પૂછતું કારવતું નથી. મહારાષ્ટ્રના થાણેમાં એક આદિવાસી યુવતીએ પોતાનો રાષ્ટ્રીય બાલ વીરતા પુરસ્કાર પરત કરી દીધો છે. આમ કરવા પાછળનું તેનું કારણ એ છે કે તેના પરિવારની પાસે પેટનો ખાડો પૂરવા કાંઈ નથી.

આ યુવતીનું નામ હાલી રઘુનાથ બરફ (Hali Raghunath Baraf) છે. 23 વર્ષની વય છે. આઠ વર્ષ પહેલા કોંગ્રેસની સરકારના સમયે ‘વીર બાપૂજી ગાંધાની રાષ્ટ્રીય બાલવીર પુરસ્કાર’થી સન્માનિત કરવામાં આવી હતી. હાલીએ પોતાની બહેનને દીપડાના હુમલાથી બચાવી હતી.

હાલીએ સમાચારા એજન્સી પીટીઆઈની સાથે વાત કરતા કહ્યું કે, તેના પરિવારને સાર્વજનિક વિતરણ પ્રણાલી (PDS) હેઠળ અનાજ નથી મળતું. એવું એટલા માટે કે તેના પરિવારના લોકોનું વિવરણ ઓનલાઈન સિસ્ટમમાં દાખલ કરવામાં નથી આવ્યું. હાલીએ જણાવ્યું કે શાહપુરામાં આવા આશરે 400થી વધારે આદિવાસી કુટુંબ છે. જે આ પ્રકારની જ સમસ્યાનો સામનો કરી રહ્યા છે.

હાલીએ જણાવ્યું કે, વીરતા પુરસ્કારે તેના અને તેના પરિવારના જીવનમાં કોઈ મોટી અસર નથી પાડી. આજે તેનો પરિવાર ખાવા માટે ભટકી રહ્યો છે. એવામાં વિરોધની રીતે એમણે ભિવંડીના સબ ડિવીઝનલ ઓફિસરને ત્યાં પુરસ્કાર પરત કરી દીધો છે.

આ વચ્ચે કોરોના વાઈરસની બીજી લહેરે મહારાષ્ટ્રના આદિવાસી વિસ્તારોમાં ભારે અસર પહોંચાડી છે. રાજ્યના આશરે 12 જિલ્લાઓમાં આદિવાસી વાઈરસ સંક્રમણથી ખૂબ જ ખરાબ રીતે પ્રભાવિત છે. સિંઘુગઢ, બીડ, પરભની, નાંદેડ, હિંગોલી, અમરાવતી, યવતમાલ, ચંદ્રપુર, વર્ધા, વશ્ચિમ, ગઢચિરોલી અને નંદુરબાર જેવા જિલ્લાઓનો સમાવેશ થાય છે.

આ આદિવાસી વસતિ ધરાવતા જિલ્લાઓમાં સ્વાસ્થ્ય સેવાઓ ન બરાબર છે. જેના કારણે મોટી સંખ્યામાં આદિવાસીઓના મૃત્યુ થઈ રહ્યા છે. ગત લહેર કરતા નવી લહેરમાં આ જિલ્લાઓમાં ચારથી પાંચ ગણા વધારે મૃત્યુ થઈ ચૂક્યા છે. PDSના ઢંગધડા વિનાના વહીવટને કારણે આદિવાસી પરિવારો પોતાના પરિવારનું ઠીકથી પોષણ પણ કરી શક્યા નથી. હાલ તો પ્રશાસન દ્વારા આદિવાસી વસતી ધરાવતા આ જિલ્લાઓમાં વેક્સિનેશન પ્રોગ્રામ ચાલી રહ્યો છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments