Team Chabuk-Gujarat Desk: અમદાવાદ (Ahmedabad) શહેરમાં મોડી રાત્રે મેઘરાજા ધરતીને ભીની કરવા માટે પધાર્યા હતા. આકાશમાં વીજળી થવા લાગી હતી જે પછી શહેરના કેટલાક વિસ્તારો પર મેઘરાજાએ અમી છાંટણા કર્યા હતા. અગિયાર વાગ્યાની આસપાસ વરસાદ (Rain) પડવાની ઝાંખી થવા લાગી હતી. જે પછી શહેરના મહત્વના કહી શકાય તેવા વિસ્તારો જેવા કે બોડકદેવ, વેજલપુર, જુહાપુરા, નારણપુરા, સરખજે, એસ.જી.હાઇવે, પ્રહલાદનગર, થતલેજ, અને નવરંગપુરામાં મન મૂકીને મેઘો મંડાયો હતો.
કેરળમાં (Kerala) ચોમાસુ બેસી ગયું છે પણ ગુજરાતમાં (Gujarat) હજુ ચોમાસાનો સત્તાવાર રીતે પ્રારંભ થયો નથી. ગઈકાલે પણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં દોઢથી પોણો ઈંચ જેટલો વરસાદ (Rain) પડ્યો હતો. ચોમાસાની (Monsoon) આ પ્રિ-મોન્સૂન એક્ટિવિટી ચાલી રહી છે. ગુજરાતમાં હવામાન ખાતા દ્વારા આ મહિનાની 16થી 20 તારીખની વચ્ચે સત્તાવાર રીતે મેઘરાજા રમરમાટી બોલાવવા માટે આવશે તેવું અગાઉથી કહ્યું છે.
આમ છતાં વાતાવરણમાં પલટો આવતાની સાથે વરસાદી માહોલ સર્જાયો હતો. ગિરિમથક સાપુતારાની ટેકરીઓ સહિત તળેટીના વિસ્તારોમાં ધોધમાર વરસાદ (Rain) પડતા રસ્તાઓ પાણી પાણી થઈ ગયા હતા. સાપુતારા ગિરિમથકમાં વરસાદ પડવાના કારણે લાંબા સમય બાદ અસહ્ય ઉકળાટમાંથી સ્થાનિકોને છૂટકારો મળ્યો હતો. તો બીજી બાજુ પ્રવાસીઓ પણ આનંદમાં આવી ગયા હતા.
કોરોનાના કારણે મંદ પડેલા સાપુતારાના પ્રવાસન ઉદ્યોગને વરસાદના કારણે વેગ મળી રહે તેવું લાગી રહ્યું છે. દર વર્ષે સાપુતારામાં પડતા વરસાદના કારણે અહીંની કુદરતી સંપદા ખીલી ઉઠે છે. હરિયાળી સાથે લીલીછમ ચાદર છવાય જાય છે. વાતાવરણ ખુશનુમા થઈ જાય છે. સતત બીજા દિવસે સાપુતરામાં વરસાદ પડવાના કારણે કેટલાક પ્રવાસીઓ અહીં રોકાવા મજબૂર બની ગયા હતા. વાતાવરણમાં વરસાદ (Rain) પડવાના કારણે માટીની ભીની સુગંધે તરબતર કરી દીધા હતા.
કેટલીક જગ્યાએ વરસાદ (Rain) પડ્યો હતો પણ કેટલીક જગ્યાએ વરસાદે પોતાનું રૌદ્ર સ્વરૂપ દર્શાવતા કરા પણ પડ્યા હતા. રાજકોટ જિલ્લાના જસદણના આંબરડીમાં વાતાવરણમાં પલટો આવી ગયો હતો. કાળા ડિબાંગ વાદળો છવાઈ ગયા હતા. જે પછી એક જ કલાકની અંદર અંદર વાવણી લાયક દોઢ ઈંચ વરસાદ પડ્યો હતો. વરસાદ (Rain) પડવાના કારણે વિજળી પણ ચાલી ગઈ હતી.
આ જ રીતે અમરેલીના બાબરા (Babra) સહિત આસપાસના વિસ્તારમાં અક્ષમ્ય ઉકળાટમાંથી મુક્તિ આપતો વરસાદ પડતા લોકો ખૂશ થયા હતા. વરસાદના કારણે શેરીઓ પર પાણી ફરી વળ્યા હતા. આ કારણે અમરેલીના બાબરામાં ઠંડક પ્રસરી ગઈ હતી. અમરેલીના બાબરા અને તેની આસપાસના જ કેટલાક વિસ્તારોમાં મેઘરાજાએ કૃપા દૃષ્ટી કરી હતી પણ શહેરના વિસ્તારોને બફારાનો સામનો કરવો પડ્યો હતો.
અમરેલી (Amreli) બાદ દાહોદમાં (Dahod) પણ અચાનક વાતાવરણમાં પલટો આવી ગયો હતો. એ પછી મેઘરાજા મન મૂકીને વરસ્યા હતા. દિવસનું અજવાળું કાળા ડિબાંગ વાદળોની વચ્ચે કેદ થઈ ગયું હતું. મેઘધનુષ્ય પણ નીકળ્યું હતું. અહીં પડેલા વરસાદે સ્થાનિકોમાં હરખ લાવી દીધો હતો.
તાજેતાજો ઘાણવો
- યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રીના છૂટાછેડાઃ ફેમિલી કોર્ટે આપ્યો ચુકાદો, બન્ને મોં પર માસ્ક પહેરી પહોંચ્યા કોર્ટ
- આગામી 100 કલાકમાં રાજ્યભરના ગુંડા તત્વોની યાદી તૈયાર કરવા વિકાસ સહાયનો આદેશ
- ભારતે ન્યૂઝીલેન્ડને હરાવી ત્રીજી વખત જીતી ચેમ્પિયન્સ ટ્રોફી, દુબઈમાં લહેરાવ્યો ત્રિરંગો
- અંબાલાલ પટેલની મોટી આગાહી, “એક તરફ હિમવર્ષા તો બીજી તરફ વધશે ગરમી”
- હોળાષ્ટકમાં ન કરતા આ કામ નહીં તો ભોગવવા પડી શકે છે ગંભીર પરિણામ