Homeગામનાં ચોરેયુવતી સાથે ભાગીને લગ્ન કર્યાં તો પરિવારજનોએ યુવકનું ગુપ્તાંગ કાપી રસ્તામાં ફેંકી...

યુવતી સાથે ભાગીને લગ્ન કર્યાં તો પરિવારજનોએ યુવકનું ગુપ્તાંગ કાપી રસ્તામાં ફેંકી દીધું

Team Chabuk-National Desk: દિલ્હીના રાજૌરી ગાર્ડન વિસ્તારમાં પરિવારની પરવાનગી વિરૂદ્ધ ભાગીને લગ્ન કરવાથી નારાજ યુવતીના પરિવારજનોએ યુવકનું અપહરણ કરી તેની પીટાઈ કરી હતી. આરોપ લાગ્યો છે કે યુવકના પ્રાઈવેટ પાર્ટને કાપી નાખવામાં આવ્યું છે અને તેને સાગરપુર વિસ્તારમાં ફેંક્યા બાદ આરોપી ફરાર થઈ ગયા છે. બુધવારની રાતે એક રાહગીરની મદદથી પોલીસ સુધી આ વાત પહોંચી હતી.

યુવકને સફદરગંજ હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યો છે. જ્યાં તેની સ્થિતિ અત્યંત નાજુક હોવાનું કહેવામાં આવ્યું છે. રાજૌરી ગાર્ડન વિસ્તારમાં આવતા પોલીસ સ્ટેશને નિવેદનના આધારે અપહરણ કરવું અને જાનથી મારી નાખવાની કોશિશનો કેસ ફાઈલ કર્યો છે. પોલીસ આરોપી પક્ષના કેટલાક લોકોની અટકાયત કરી તેમની પૂછપરછ કરી રહી છે.

22 વર્ષીય પીડિત પરિવાર સાથે રઘુવીર નગરમાં રહે છે. તેનું સારગપુરની રહેવાસી વીસ વર્ષીય યુવતીની સાથે બે વર્ષથી પ્રેમ પ્રકરણ ચાલી રહ્યું હતું. બેઉંએ પોતાના પરિવારજનોને લગ્ન માટે મનાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે તેમણે નનૈયો ભણી દીધો હતો. યુવક યુવતી ભાગીને 21 ડિસેમ્બરના રોજ જયપુર પહોંચ્યા હતા. જ્યાં બેઉંએ એક મંદિરમાં લગ્ન કરી લીધા હતા. લગ્ન બાદ 22 ડિસેમ્બરના રોજ બંને દિલ્હી પહોંચ્યા અને રાજૌરી ગાર્ડન વિસ્તારમાં આવ્યા હતા. આ વાતની ભનક યુવતીના પરિવારજનોને લાગી ગઈ હતી.

રાજૌરી ગાર્ડન પહોંચીને યુવતીના પરિવારજનો બંનેને પોતાની સાથે સારગપુર લઈ ગયા હતા. આરોપ લાગ્યો છે કે અહીં યુવકને ઢોર માર મારવામાં આવ્યો. યુવકને અન્ય સ્થળે લઈ જઈને ધારદાર હથિયાર દ્વારા તેના ગુપ્તાંગને કાપી નાખવામાં આવ્યું. લોહીમાં લથબથ યુવકને સારગપુરના જંગલમાં ફેંકી દેવામાં આવ્યો હતો.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments