Team Chabuk-Gujarat desk: રાજ્યમાં પ્રવર્તી રહેલ તાઉતે વાવાઝોડાની પરિસ્થિતીને પહોંચી વળવા રાજ્ય સરકાર ઝીરો કેઝયુલીટીના સંકલ્પ સાથે અસરકારક કામગીરી કરી રહી છે જેના ભાગરૂપે રાજ્યના સંભવિત 18 અસરગ્રસ્ત જિલ્લાઓમાંથી બે લાખથી વધુ નાગરિકોનું સ્થળાંતર કરી સલામત સ્થળે લઈ જવાયા છે. રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલી માહિતી મુજબ જે જિલ્લામાં સ્થળાંતર કરાયું છે તેમાં અમદાવાદ જિલ્લામાં 1839 નાગરિકો, અમરેલીમાં 19 હજાર 368, આણંદમાં 694, ભરૂચમાં 2 હજાર 805, ભાવનગરમાં 28 હજાર ૩૩૪, દેવભૂમિદ્વારકામાં 12 હજાર 319, ગીરસોમનાથમાં 32, 250 , જામનગરમાં 2 હજાર 515, જૂનાગઢમાં 24 હજાર 313, કચ્છમાં 32 હજાર 806, રાજકોટમાં 6 હજાર ૯૧૫, મોરબીમાં 2 હજાર 766, નવસારીમાં હજાર 1 હજાર 114 , પોરબંદરમાં 25 હજાર 149, સુરતમાં 1 હજાર 372, વલસાડમાં 2 હજાર 417, બોટાદમાં 2 હજાર 892 અને ખેડામાં 590 મળી કુલ 2 લાખ 458 નાગરિકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે.
ગુજરાતના દરિયાકાંઠા તરફ તૌકતે વાવાઝોડું તીવ્ર ગતિએ આગળ વધી રહ્યું છે. હવે વાવાઝોડું હાલની સ્થિતિ માત્ર 70 કિલોમીટર દૂર છે. સાંજે 8 વાગ્યાની આસપાસ વાવાઝોડું દીવ નજીક ટકરાઈ શકે તેવી સંભાવના છે. ભાવનગરના મહુવાથી પોરબંદર વચ્ચે વાવાઝોડું લેન્ડ કરશે. હવામાન વિભાગે આપેલી માહિતી મુજબ વાવાઝોડું જમીન સાથે ટકરાશે ત્યારે 200 કિલો મીટર પ્રતિકલાકની ઝડપ હશે. દરિયામાં 2 મીટર સુધી મોજા ઉછળી શકે છે… એટલે અમરેલી, ભાવનગર, બોટાદ, વલસાડ, નવસારીમાં તૌકતે વાવાઝોડાની વધારે અસર જોવા મળશે… આ ઉપરાંત જૂનાગઢ, ગીર સોમનાથમાં પણ વાવાઝોડાની અસર દેખાશે. અમદાવાદ, ખેડા, આણંદ, વડોદરા, સુરત, ગાંધીનગર, પાટણ, બનાસકાંઠા, અરવલ્લીમાં વરસાદ પડવાની આગાહી છે. આ તમામ જિલ્લાઓમાં આજે અને આવતીકાલે ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે.તૌકતે વાવાઝોડાને તિવ્રતાને જોતા ગ્રેટ ડેન્ઝર સિગ્નલ જાહેર કરાયુ છે.
ગંગેશ્વર મહાદેવ, દીવ#TauktaeCyclone #Diu pic.twitter.com/5UUEy42D8O
— thechabuk (@thechabuk) May 17, 2021
વાવાઝોડાની ગંભીરતાને જોતા રાજ્યભરમાંથી બે લાખથી વધુ લોકોનું સ્થળાંતર કરાયું છે. આકસ્મિક સ્થિતિમાં અસરગ્રસ્તોને તાત્કાલીક સારવાર મળી રહે તે માટે 174 ICU ઓન-વ્હીલ તૈનાત કરાઈ છે. રાજ્યમાં ભાવનગર, અમરેલી, જૂનાગઢ, રાજકોટમાં સહિતના જિલ્લાઓમાં NDRFની 44 ટીમો બચાવકાર્ય માટે તૈયાર છે. આ ઉપરાંત દીવમાં પણ NDRFની 2 ટીમો બચાવ કાર્યમાં જોડાશે.
અમદાવાદના તમામ ફાયરમેનની રજા રદ કરી દેવામાં આવી છે.. અને હાલ 4 ટીમ સ્ટેન્ડ બાય રાખી છે. તૌકતે વાવાઝોડાને લઇ PGVCLનું તંત્ર પણ અલર્ટ મોડ પર છે. જ્યારે વાવાઝોડું ટકરાશે ત્યારે પાવર સપ્લાય સલામતીના ભાગ રૂપે બંધ કરી દેવામાં આવશે. વડોદરાની વાત કરીએ તો વડોદરા કોર્પોરેશને 24 કલાક કંટ્રોલ રૂમ શરૂ કર્યો છે. આ સાથે જ કોવિડ હોસ્પિટલોમાં વીજળી માટે બેક અપ પ્લાન તૈયાર કર્યો છે. ભરૂચના દરિયાઈ વિસ્તારમાં 6 જેટલી એમ્બ્યુલન્સ સ્ટેન્ડ બાય રખાઈ છે અને પોરબંદરમાં 2 હજારથી વધુ બોટ પાર્ક કરાઈ છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત