Team Chabuk-Gujarat Desk: ભારતની આઝાદીના ૭૫મા વર્ષની ઉજવણી અંતર્ગત આઝાદી કા અમૃત મહોત્સવની સમગ્ર દેશમાં ઉજવણી કરવામાં આવી રહી છે. આ ઉજવણીના ભાગરૂપે રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ, નવી દિલ્હીના અનુશ્રયામાં ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ, ગુજરાત હાઇકોર્ટ, અમદાવાદના નેતૃત્વમાં તથા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, મહીસાગરના અધ્યક્ષ શ્રી એચ. એ. દવેના માર્ગદર્શન હેઠળ પાન ઇન્ડિયા અવેરનેશ એન્ડ આઉરીચ પ્રોગ્રામ કેમ્પેઇનનો તા. રજી ઓકટોબરથી પ્રારંભ થઇ ગયો છે. આ અભિયાન તા. ૧૪મી નવેમ્બર સુધી સતત ૪૪ દિવસ સુધી ચાલનાર છે.
આ ૪૪ દિવસના અભિયાન અંતર્ગત તાજેતરમાં મહીસાગર જિલ્લાના વિવિધ ગામોમાં પ્રિન્સિપાલ સિવિલ જજ એસ. એમ. શુકલ તથા તમામ જ્યુડિશિયલ ઓફિસરઓ, જિલ્લા બાર એસોસિએશન તથા તાલુકા બાર એસોસિએશનના સહકારથી કાનૂની શિક્ષણ શિબિરો યોજવામાં આવી રહી છે. આ અંતર્ગત તાજેતરમાં કડાણા તાલુકાના અંતરિયાળ એવા રાઠવા બેટ ગામે, બાલાસિનોર ખાતે, વિરપુર ખાતે યોજાઇ ગઇ.
કડાણા તાલુકાના અંતરિયાળ ગામે યોજવામાં આવેલ કાનૂની શિક્ષણ શિબિરમાં કડાણા બાર એસોસિએશનના પ્રમુખ વી. એમ. સેવક સહિત જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના પેનલ એડવોકેટ સર્વ કે. જી. રાઠોડ, ધવલભાઇ ચૌહાણ, પી.એલ.વી. શિરીષ મકવાણા, શ્રીમતી ભારતીબેન રાણા, જયેશ મકવાણા, કિરીટ પરમાર, ધવલભાઇ પરમાર, જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સેક્રેટરી શ્રી કર્ણ મારવાહ, તાલુકા કાનૂની સેવા સમિતિના ચેરમેન કે. એન. દવે, વિરપુર તાલુકાના પ્રિન્સિપલ સિવિલ જજ વી. એમ. વણકર તથા બાર એસોસિએશનના વકીલો ઉપસ્થિત રહ્યા હતા.
આ તમામ કાનુની શિક્ષણ શિબિરો દરમિયાન સ્ત્રીઓને લગતા કાયદા, મફત કાનુની સહાય અને સલાહ, નિ:શુલ્ક વકીલની ફાળવણી, ગુજરાત વીકટીમ કંમ્પેનઝેશન સ્કીમ તેમજ નાલ્સાની વિવિધ યોજના યોજનાઓની જાણકારી આપવાની સાથે રાજ્ય સરકારની વિવિધ યોજનાઓની જાણકારી આપવામાં આવી હતી. આ ઉપરાંત આશા બહેનો અને આંગણવાડી બહેનોને ગામે ગામ મહિઓમાં જાગૃતિ આવે તે માટે કામગીરી કરવામાં આવે તે માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. જ્યારે જરૂરિયાતમંદોને જુદી જુદી યોજનાઓના લાભો સ્થળ ઉપર આવ્યા હતા. તેમજ કાર્યક્રમ દરમિયાન કાનૂની અંગેની સમજ આપતી પત્રિકાઓનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત