Warning: Attempt to read property "query_var" on bool in /home/chintan1/public_html/wp-includes/taxonomy.php on line 4666

Homeગામનાં ચોરેWHOના પ્રમુખે કોરોના ક્યારે સંપૂર્ણ ખત્મ થશે તેની માહિતી આપી દીધી છે

WHOના પ્રમુખે કોરોના ક્યારે સંપૂર્ણ ખત્મ થશે તેની માહિતી આપી દીધી છે

Team Chabuk-International Desk: વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના (WHO) પ્રમુખ ડ્રોસ એડહેનોમ ઘેબરેયેસસે કોરોના મહામારીને લઈ ફરી એક વખત ચેતવણી ઉચ્ચારી છે. તેમણે કહ્યું હતું કે, કોરોના હજુ સંપૂર્ણ ખત્મ નથી થયો, જેથી લોકોએ સતર્કતા રાખવાની જરૂર છે. આ સંકટ સામે લડવા માટે સાર્વજનિક સ્વાસ્થ્ય ઉપકરણોનો પ્રભાવી રીતે ઉપયોગ કરવાની જરૂર છે.

તેમણે ભારપૂર્વક કહ્યું કે, મહામારી ત્યારે સમાપ્ત થશે જ્યારે દુનિયા તેને સમાપ્ત કરવા ઈચ્છશે. આ આપણા હાથમાં છે. આપણી પાસે એ તમામ ઉપકરણો છે જેની આપણને આવશ્યકતા છે. જોકે વિશ્વએ એ સંસાધનોનો સારી રીતે ઉપયોગ નથી કર્યો. સમાચાર એજન્સી એએનઆઈના જણાવ્યા અનુસાર, તેમણે બર્લિનમાં વર્લ્ડ હેલ્થ સમિટને સંબોધિત કરતા સમયે વાત કહી હતી.

WHOના પ્રમુખે G-20 દેશોને પણ આગ્રહ કર્યો છે કે, તેઓ પોતાની 40 ટકા વસતિને કોવેક્સ તંત્ર અને આફ્રિકી વેક્સિન અધિગ્રહણ ટ્રસ્ટમાં સક્રિય રૂપથી સામેલ કરે. પ્રમુખે વિશ્વભરના લોકોને વેક્સિનની ઝડપ વધારવાનું કહ્યું છે. WHOની વેબસાઈટના જણાવ્યા અનુસાર, કોવેક્સ અને એસીટીનું ઉદ્દેશ્ય દુનિયાના દરેક દેશ માટે વિકાસ, ઉત્પાદન અને કોવિડ-19 પરીક્ષણ, ઉપચાર અને વેક્સિનના ડોઝમાં વૃદ્ધિ લાવવાનું છે.

આ પહેલા WHOના પ્રમુખ ટેડ્રોસ એડહેનોમ ઘેબરેયેસસે કોરોના વાઈરસ સામે લડવા જે અમીર દેશો પાસે વેક્સિનનો પર્યાપ્ત જથ્થો હોય, તેમને વર્ષ 2021ના અંત સુધીમાં બુસ્ટર ડોઝ ન આપવાની અપીલ કરી હતી. બુસ્ટર ડોઝ એટલે કે વેક્સિનનો ત્રીજો ડોઝ. આ સાથે જ ઘેબરેયેસસે કેટલીક દવાઓની કંપનીઓના એક પ્રમુખ સંઘની તરફથી કોરોના વેક્સિનને લઈને કરવામાં આવેલી ટીપ્પણીઓ પર હેરાની વ્યક્ત કરી હતી. ડબલ્યૂએચઓના મહાનિર્દેશક ટેડ્રોસ એડહેનોમ ઘેબરેયેસસે કહ્યું હતું કે, તેઓ દવા નિર્માતાઓની એક પ્રમુખ સંઘના નિવેદન પર ચકિત્ત છે. જેમણે કહ્યું છે કે, વેક્સિનની આપૂર્તિ એટલી વધારે છે કે, એ દેશોમાં બુસ્ટર ડોઝ અને વેક્સિનેશન બંનેને અનુમતિ આપી શકાય છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments