Team Chabuk-Sports Desk: ટી ટ્વેન્ટી વિશ્વકપ 2021માં રવિવારે પાકિસ્તાને ભારતને દસ વિકેટથી પરાજય આપ્યો હતો. ટીમ ઈન્ડિયાના આ પરાજય બાદ મોહમ્મદ શમીને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરવામાં આવી રહ્યો છે. શમી સિવાય વિરાટ કોહલી અને બાકી ખેલાડીઓ પર પણ ફેન્સે નિશાનો સાધ્યો હતો. આ સમગ્ર ઘટના પર ભારતના પૂર્વ ઓપનર વીરેન્દ્ર સહેવાગે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે, ભારતના પરાજય બાદ શમી પર વ્યક્તિગત ટીપ્પણી એ ચોંકાવનારી બાબત છે. બીજી તરફ એઆઈએમઆઈએમના નેતા અસદુદ્દીન ઓવૈસીએ પણ શમીનો બચાવ કરતા કહ્યું હતું કે, એઆઈએમઆઈએમના નેતા અસદુદ્દીન ઓવૈસીએ પણ શમીનો બચાવ કરતા ભારતીય જનતા પાર્ટી પર નિશાનો સાધ્યો હતો.
Md Shami is being targeted on social media for yesterday’s match, showing radicalization, hatred against Muslims. In cricket, you win or lose. There are 11 players in team but only a Muslim player is targeted. Will BJP govt condemn it?: AIMIM chief Asaduddin Owaisi, in Hyderabad pic.twitter.com/4KUA0FxRmi
— ANI (@ANI) October 25, 2021
ઓવૈસીએ કહ્યું હતું કે, ‘ગઈકાલ મેચ બાદ મોહમ્મદ શમીને સોશિયલ મીડિયા પર નિશાનો બનાવવામાં આવ્યો. તેનાથી મુસ્લિમોની વિરૂદ્ધ નફરત અને ઘૃણા દેખાય છે. ક્રિકેટમાં કાં તો તમે જીતો છો, કાં તો તમે હારો છો. ટીમમાં અગિયાર ખેલાડી છે, પણ માત્ર મુસ્લિમ ખેલાડીને જ નિશાનો બનાવવામાં આવ્યો છે. શું ભાજપ સરકાર એની નિંદા કરશે?’
The online attack on Mohammad Shami is shocking and we stand by him. He is a champion and Anyone who wears the India cap has India in their hearts far more than any online mob. With you Shami. Agle match mein dikado jalwa.
— Virender Sehwag (@virendersehwag) October 25, 2021
વીરેન્દ્ર સહેવાગે ટ્વીટ કરી કહ્યું કે, મોહમ્મદ શમી પર ઓનલાઇન અટેક ચોંકાવનારું છે અને અમે તેની સાથે ઉભા છીએ. એ એક ચેમ્પિયન છે અને કોઈ પણ ખેલાડી જે ભારતની જર્સી પહેરે છે, તેની અંદર ઓનલાઈન ભીડ કરતા વધારે દેશભક્તિ હોય છે. અમે તારી સાથે છીએ શમી. આગામી મેચમાં જલવો દેખાડ.
ટી ટ્વેન્ટી વિશ્વકપ 2021માં પોતાના પ્રથમ મેચમાં ભારતને પાકિસ્તાનની વિરૂદ્ધ દસ વિકેટથી પરાજયનો સામનો કરવો પડ્યો હતો. પાકિસ્તાને આ મેચમાં ભારતને 151 રન પર અટકાવ્યા બાદ એક પણ વિકેટ ગુમાવ્યા વગર લક્ષ્યાંક પાર કરી લીધું હતું. પાકિસ્તાન માટે બોલિંગમાં શાહીન શાહ અફ્રિદી અને બેટીંગમાં બાબર-રિઝવાનની જોડીએ કમાલ કરી દીધો હતો. ત્રણ ખેલાડીઓની સહાયતાથી જ પાકિસ્તાને મેચ જીતી લીધી હતી. શાહીનને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ મળ્યો હતો. આ પ્રથમ વખત છે કે ભારતીય ટીમ વિશ્વકપમાં પાકિસ્તાનની સામે હારી છે. ટી ટ્વેન્ટી ક્રિકેટમાં બીજી વખત ભારત પાકિસ્તાન સામે હાર્યું છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત