Team Chabuk-Gujarat Desk: જૂનાગઢના કેશોદમાં એક્ટિવાસવાર મહિલા પર ક્રેન ફરી વળતાં મોત નીપજ્યું હતું. આ અકસ્માતના બનાવના સીસીટીવી સામે આવ્યા છે. પોલીસે અકસ્માત સર્જનારા ક્રેનના ચાલક સામે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. કેશોદના સોંદરડા ગામમાં રહેતાં રત્નકલાકાર મહિલા પ્રવીણાબેન અશ્વિનભાઈ વાજા ગુરુવારે કેશોદથી પોતાના ગામ સોંદરડા એક્ટિવા પર જઈ રહ્યાં હતાં. કેશોદ પોસ્ટ ઓફિસ નજીક ક્રેનના ચાલકે અડફેટે લેતાં પ્રવીણાબહેન પડી ગયાં હતાં અને ક્રેનના તોતિંગ વ્હીલ તેમના પર ફરી વળતાં તેમનું ઘટનાસ્થળ પર જ મોત નીપજ્યું હતું.

કેશોદમાં બનેલી જીવલેણ અકસ્માતની આ ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે. એક ક્રેનના ચાલકે બાજુમાં જઈ રહેલાં એક્ટિવાસવાર મહિલાને ટક્કર મારતાં પડી ગયાં હતાં અને તરત જ મહિલા પર ક્રેનના તોતિંગ વ્હીલ ફરી વળ્યાં હતાં. મૃતક મહિલાના પરિવારમાં પતિ અને એક 17 વર્ષનો પુત્ર હોવાનું જાણવા મળ્યું છે. આ મામલે અકસ્માત સર્જનાર ક્રેનના ચાલક સામે હરેશભાઈ મોહનભાઈ વાજા દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
તાજેતાજો ઘાણવો
- યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રીના છૂટાછેડાઃ ફેમિલી કોર્ટે આપ્યો ચુકાદો, બન્ને મોં પર માસ્ક પહેરી પહોંચ્યા કોર્ટ
- આગામી 100 કલાકમાં રાજ્યભરના ગુંડા તત્વોની યાદી તૈયાર કરવા વિકાસ સહાયનો આદેશ
- ભારતે ન્યૂઝીલેન્ડને હરાવી ત્રીજી વખત જીતી ચેમ્પિયન્સ ટ્રોફી, દુબઈમાં લહેરાવ્યો ત્રિરંગો
- અંબાલાલ પટેલની મોટી આગાહી, “એક તરફ હિમવર્ષા તો બીજી તરફ વધશે ગરમી”
- હોળાષ્ટકમાં ન કરતા આ કામ નહીં તો ભોગવવા પડી શકે છે ગંભીર પરિણામ