Team Chabuk-Gujarat Desk: ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીનો માહોલ જોરદાર જામ્યો છે. રાજ્યમાં 1 ડિસેમ્બર અને 5 ડિસેમ્બરના દિવસે મતદાન થવાનું છે. રાજ્યમાં 8 ડિસેમ્બરના રોજ પરિણામ સામે આવશે. ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈને કેંદ્ર શાસિત પ્રદેશ દીવ અને દમણ ફરવા જતા લોકો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. ગુજરાતને અડીને આવેલા દમણ અને દીવ કેંદ્ર શાસિત પ્રદેશોમાં દારૂબંધી લાગુ થવા જઈ રહી છે. જેની પાછળનું કારણ ગુજરાત ચૂંટણી છે. ગુજરાતમાં શાંતિ પૂર્ણ રીતે મતદાન અને મતગણતરી થઈ શકે તે હેતુથી દીવ દમણમાં દારૂબંધી કરવામાં આવશે. હવે એ જોઈએ કઈ કઈ તારીખે દારૂબંધી રહેશે.
પ્રથમ તબબકાના મતદાન પહેલા એટલે કે 29 તારીખે સાંજે 5 વાગ્યાથી દીવ અને દમણ બનેમાં દારૂ પર પ્રતિબંધ લાગી જશે. જે 1 ડિસેમ્બર સાંજે 5 વાગ્યા સુધી એટલે કે અંદાજે ત્રણ દિવસ અમલમાં રહેશે. ત્યાર બાદ બીજા તબબકાના મતદાન પહેલા એટલે કે 3 ડિસેમ્બરે દારૂ બંધી ફરી લાગુ કરાશે. જે 5 તારીખે સાંજે 5 વાગ્યા સુધી રહેશે. ત્યાર બાદ ત્રીજી વખત દારૂબંધી 8 ડિસેમ્બરે પરિણામના દિવસે દિવસભર રહેશે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
