Homeસિનેમાવાદચિરંજીવી અને સલમાન ખાનની ફિલ્મ ‘GodFather’ OTT પર સ્ટ્રીમ થઈ

ચિરંજીવી અને સલમાન ખાનની ફિલ્મ ‘GodFather’ OTT પર સ્ટ્રીમ થઈ

Team Chabuk-Entertainment Desk: જો આપ ડિજિટલ પ્લેટફોર્મ પર ફિલ્મો અને વેબ સિરીઝ જોવાના શોખીન છો તો આ તમારા માટે એક સારી અપડેટ છે. આ અઠવાડિયામાં OTT પર ચાર સારી ફિલ્મો અને વેબસિરીઝ જોવા મળશે. સાઉથ સુપરસ્ટાર ચિરંજીવી અને સલમાન ખાન એક્શન ફિલ્મ ગોડ ફાધર નેટફ્લિક્સ પર સ્ટ્રીમ કરી દેવાઈ છે. આ મૂવીમાં સલમાન ફરી દમદાર અંદાજમાં જોવા મળશે. આ ફિલ્મથી જ સલમાને સાઉથની ફિલ્મમાં ડેબ્યુ કર્યું છે. ફિલ્મમાં બ્રહ્માના રોલમાં ચિરંજીવી અને સત્યપ્રિયાના રોલમાં નયનતારા છે.

તો આ ઉપરાંત પ્રદીપ રંગનાથની ફિલ્મ લવ ટુડેને દર્શકો તરફથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે. ફિલ્મની સ્ટોરી શાનદાર છે. જો તમે આ ફિલ્મ જોવાનો પ્લાન બનાવી રહ્યા છો તો ઘરબેઠા Einthusan ઓટીટી પ્લેટફોર્મ પર જોઈ શકો છો.

દુલકર સલમાન અને મૃળાલ ઠાકુરની ફિલ્મ સીતા રામમએ હાલ જ બોક્સ ઓફિસ પર સારી કમાણી કરતી જોવા મળી. જો તમે ફિલ્મને સિનેમાઘરમાં જોઈ નથી શક્યા તો આ ફિલ્મ પણ હોટ સ્ટાર પર ઉપલબ્ધ છે.

આર માધવન, ખુશાલી કુમાર, દર્શન કુમાર અને અપાર શક્તિ ખુરાના સ્ટારર ધોખા રાઉન્ડ ધ કોર્નરનું નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થઈ રહ્યું છે. જો તમે થ્રિલર સસ્પેન્સ મૂવી અને ફેન છો તો આપને આ ફિલ્મ જરૂર પસંદ આવશે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments