Team Chabuk-Political Desk: ભાજપ તરફથી પ્રધાનમંત્રી મોદીએ મોરચો સંભાળ્યો છે. પ્રથમ તબક્કના મતદાનને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે ભાજપ, કૉંગ્રેસ અને આપ સહિતની પાર્ટીઓ પ્રચંડ પ્રચારમાં લાગી છે. પીએમ મોદીએ ગુજરાતમાં પ્રચારની કમાન સંભાળી છે. વાપીમાં રોડ શો યોજ્યા બાદ પીએમ મોદીએ વલસાડના ધરમપુરમાં જંગી જનસભા સંબોધી. પ્રધાનમંત્રી મોદી જનસભાને સંબોધતા બોલ્યા આ ચૂંટણીમાં નરેંદ્રનો રેકોર્ડ તૂટવાનો છે. પ્રધાનમંત્રી મોદીએ જનસભા સંબોધતા કહ્યું, ‘આ વાતાવરણ જોઈને હું કહું છું કે, આ વખતે નરેન્દ્રના રેકોર્ડ તોડીને ભૂપેન્દ્રના નવા રેકોર્ડ બનાવવાનુ શરૂ કરી દીધું છે.
પ્રધાનમંત્રી મોદીએ જનસભા સંબોધતા કહ્યું, મારું કર્તવ્ય વોટ માગવાનું છે તેમ વોટ આપવાનું તમારું કર્તવ્ય છે. ભારતને વિકસિત બનાવવા માટે ભારતને આત્મનિર્ભર બનાવવું પડે. આત્મનિર્ભર ભારત બનાવવા માટે આપણે આત્મનિર્ભર ગુજરાત બનાવવાનું છે. હું યુવાન મિત્રોને કહેવા માંગુ છું કે, તમે ગુજરાતના નીતિ-નિર્ધારક બન્યા છો. આજે હિન્દુસ્તાનમાં 80 હજાર સ્ટાર્ટઅપ છે જેમાં 14 હજાર તો ગુજરાતના યુવાનોએ ઉભા કર્યા છે.
આ ચૂંટણી સભા કોઈપણ જુએ તો તે માની જ લે કે ચૂંટણીના પરિણામ શું આવવાના છે. કૉંગ્રેસના સમયમાં 1 GB ડેટાના 300 રૂપિયા થતા આજે 10 રૂપિયા જ થાય છે. 15-16 વર્ષ પહેલા માછીમારો માટે 10-11 કરોડ બજેટ હતું, આજે 900 કરોડ રૂપિયાનું બજેટ છે.
ગુજરાત વિધાનસભામાં ચૂંટણી પ્રચાર માટે PM મોદી આજે સાંજે દમણ એરપોર્ટ આવી પહોંચ્યા હતા. અહીંથી વાપી સુધી 11 કિલોમીટરનો રોડ શો યોજ્યો હતો. રોડ શો દરમિયાન રસ્તાની બંને બાજુ જનમેદની ઉમટી પડી હતી. વડાપ્રધાને કારની બહાર આવી લોકોનું અભિવાદન ઝીલ્યું હતું.તો લોકોએ પણ મોદી…મોદી…ના નારાઓ લગાવ્યા હતા.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત