Team Chabuk-Gujarat Desk: 31 ડિસેમ્બરે દારૂની રેલમછેલ થાય તે પહેલા જ પોલીસે સપાટો બોલાવતા દારુનું ગોડાઉન ઝડપી પાડ્યું છે. પોલીસે ફાજલપુર ગામમાં આવેલા ગોડાઉન ભાડે રાખીને મૂકવામાં આવેલો ભારતીય બનાવટનો રૂપિયા 13.21 લાખનો દારૂ તેમજ અન્ય મુદ્દામાલ મળી કુલ રૂપિયા 25.82 લાખનો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે. દારુનું કટીંગ ચાલી રહ્યું હતું તે જ સમયે પોલીસે દરોડો પાડતા નાસભાગ મચી ગઈ હતી. આ દારૂનો જથ્થો સ્ટીલ ફર્નિચરના બોક્સની આડવામાં બંધ બોડીના કેન્ટેનરમાં રાજસ્થાનથી લાવવામાં આવ્યો હતો. પોલીસે આ બનાવમાં 2 આરોપીની સ્થળ પરથી ધરપકડ કરી છે. જ્યારે વડોદરાના બે બુટલેગરો સહિત 8ને વોન્ટેડ જાહેર કરીને તેઓની ધરપકડના ચક્રો ગતિમાન કર્યાં છે.
માહિતી પ્રમાણે વરણામા પોલીસ મથકના પી.એસ.આઇ. બી.એન. ગોહિલને ફાજલપુર કેનાલ પાસેના ગોડાઉનમાં દારુનો જથ્થો ઉતર્યો હોવાની માહિતી મળી હતી. સાથે એવી પણ માહિતી મળી હતી કે, હાલ ત્યાં નાના-મોટા બુટલેગરોના કેરીયરો દારુનો જથ્થો લેવા માટે આવ્યા છે. જે માહિતીના આધારે સ્ટાફના પી.એસ.આઇ. કે.ડી. ભરવાડ તેમજ સંતોષ પાઠક, હેડ કોન્સ્ટેબલ મહેન્દ્રસિંહ, સંજયભાઇ, અર્જુન રબારી સહિતના સ્ટાફની મદદ લઇ ફાજલપુર ગામ ખાતે આવેલા બોડી હાર્ડ ચેમ નામના ગોડાઉનમાં દરોડો પાડ્યો હતો.
પોલીસે બોડી હાર્ડ ચેમ નામના ગોડાઉનમાંથી રૂપિયા 13,21,980 ની કિંમતનો ભારતીય બનાવટના દારુની 100થી વધુ પેટીઓ કબજે કરી હતી. આ ઉપરાંત દારૂનો જથ્થો લેવા માટે કેન્ટેનર, ટેમ્પો સહિત 3 વાહનો, સ્ટીલ ફર્નિચરના 10 બોક્ષ સહિત કુલ રૂપિયા 25,82,480નો મુદ્દામાલ કબજે કર્યા હતો. તે સાથે પોલીસે સ્થળ પરથી દારૂનો જથ્થો લઈને રાજસ્થાનથી આવેલા વિજયસિંગ ગોકુલ પ્રજાપતિ (રહે. સરગંડી,ઉત્તરપ્રદેશ) તથા ક્લિનર મલખાણ શ્યામલાલ પ્રજાપતિ (રહે. સીનાવન, ઉત્તરપ્રદેશ) ને ઝડપી પાડ્યા હતા. જ્યારે દિનેશ છગનલાલ રાજપુરોહિત (રહે. 12, કોલાયત, રાજસ્થાન), અનિલ (રહે. રાજસ્થાન), નિલેશ ઉર્ફ નિલુ હરેશ નાથાણી સિંધી (રહે. વડોદરા), વિજયસિંહ ચંપકસિંહ રાણા (રહે. માંજલપુર, વડોદરા) ઓમપ્રકાશ હુકારામ મારવાડી અને રમેશ મારવાડીને વોન્ટેડ જાહેર કરી તેઓની ધરપકડના ચક્રો ગતિમાન કર્યાં છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત