Team Chabuk-National Desk: વાહન ચાલકો માટે ટોલ ટેક્સને લઈ સારા સમાચાર સામે આવ્યા છે (Toll Tax New Rule). હાઈવે પર કોમર્શિયલ વાહનોને બાદ કરતા પ્રાઈવેટ વાહનો ઉપરાંત સરકારી વાહનો, શબવાહીની, ભારતીય સેના વગેરેના વાહનોને ટોલ ટેકસ નહીં ભરવો પડે, મધ્યપ્રદેશથી આ શરૂઆત થઈ છે તેમ કેન્દ્રીય પરિવહન મંત્રી નીતીન ગડકરીએ જણાવ્યું હતું. કેંદ્રીય મંત્રી નીતીનન ગડકરીએ જણાવ્યું હતું કે, ટોલ ટેકસના નિયમોમાં મોટા ફેરફાર કરવામાં આવ્યા છે. નવા નિયમો અંતર્ગત અનેક લોકોએ ટોલ ટેકસ નહીં ચૂકવવો પડે. તેને લઈને લિસ્ટ પણ જાહેર કરી દેવામાં આવ્યું છે.
પ્રાઈવેટ વાહનોએ નહીં ભરવો પડે ટોલ ટેકસ
કેન્દ્ર સરકારની સાથે સાથે રાજય સરકાર પણ પોતાના હિસાબેથી ટોલ ટેકસ ચૂકવવા મામલે નિયમો જાહેર કરી શકે છે. હવે મધ્યપ્રદેશના લોકોને આ મામલે લોટરી લાગી ગઈ છે. અહીં ખાનગી વાહનોએ કોઈપણ પ્રકારનો ટોલ ટેકસ નહીં ભરવો પડે, માત્ર કોમર્શિયલ વાહનોએ જ ટોલ ટેકસ ચૂકવવો પડશે.
મધ્યપ્રદેશ રોડ ડેવલપમેન્ટ કોર્પોરેશનનાં ડીએમ એમ.એચ.રિઝવીએ જણાવ્યું હતું કે, પહેલા બધા ફોર વ્હીલર વાહનો પાસેથી ટોલ ટેકસ વસુલવાનો ફેસલો કરાયો હતો, બાદમાં સરકારે માત્ર કોમર્શિયલ વાહનો પાસેથી જ ટોલ ટેકસ વસુલવાનો નિર્ણય લેવાયો હતો. આગામી મહિનામાં ટોલ ટેકસ ટેન્ડરની પ્રક્રિયા પૂર્ણ થઈ જશે.
આ લોકોને નહીં આપવો પડે ટોલ ટેકસ
કેન્દ્ર સરકારે ટોલ ટેકસ ન આપનારાઓની યાદી તૈયાર કરી છે. તેમાં પહેલા માત્ર 9 કેટેગરીના લોકોને સામેલ કરાયા હતા પણ હવે તે 25 કરવામાં આવી છે. જેમાં સરકારી વાહનથી માંડીને શબવાહીની સામેલ છે. આ લોકોએ કોઈપણ પ્રકારનો ટોલટેકસ નહીં આપવો પડે.
રાજય સરકારે જાણકારી આપતા જણાવ્યું હતું કે સંસદ અને વિધાનસભામાં પૂર્વ અને વર્તમાન સભ્યોના વાહન અને બિન વ્યાવસાયિક વ્હીકલ, ભારતીય સેના, ભારતીય ટપાલ કૃષિ ઉદેશ્યો માટે ઉપયોગમાં લેવાતા ટ્રેકટર ટ્રોલી, ઓટો રિક્ષા, ટુ વ્હીલર, માન્યતા પ્રાપ્ત પત્રકારો ઉપરાંત યાત્રી વાહનોને પણ ટોલટેકસમાંથી મુક્તિ મળશે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
