Team Chabuk-Political Desk: ભૂપેન્દ્ર પટેલે આજે ગુજરાતના મુખ્યમંત્રી પદના શપથ લીધા છે. આજનો દિવસ સોમવાર છે. ભૂપેંદ્રભાઈ સાથે સોમવારનો દિવસ ખાસ રીતે જોડાયેલો છે. વર્ષ 2021માં 13 સપ્ટેમ્બરે સોમવારના જ દિવસે પ્રથમ વખત મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા. આજે 12 ડિસેમ્બરે પણ સોમવારનો જ દિવસ છે.
ભૂપેંદ્ર પટેલ સરકારમાં કેબિનેટ કક્ષામાં કનુભાઈ દેસાઈ, બલવંતસિંહ રાજપુત, રાઘવજી પટેલ, ઋષિકેશ પટેલ અને ત્યારબાદ કુંવરજી બાવળિયા, મૂળુભાઈ બેરા, કુબેર ડિંડોર અને ભાનુબેન બાબરિયાએ શપથ લીધા હતા.
રાજ્યકક્ષાના સ્વતંત્ર હવાલામાં હર્ષ સંઘવી અને જગદીશ વિશ્વકર્મા (પંચાલ)એ શપથ લીધા હતા. રાજ્ય કક્ષાના મંત્રીઓમાં પરસોત્તમ સોલંકી, બચુભાઈ ખાબડ, મુકેશ પટેલે, પ્રફુલ પાનસેરિયા, ભીખુસિંહ પરમાર અને કુંવરજી હળપતિએ શપથ લીધા હતા.
16 ધારાસભ્યોએ મંત્રીપદના શપથ લીધા હતા
ભૂપેન્દ્ર પટેલની નવી સરકારમાં 16 ધારાસભ્યોએ મંત્રીપદના શપથ લીધા હતા. ભૂપેન્દ્ર પટેલ મંત્રીમંડળમાં આઠ કેબિનેટ મંત્રીએ શપથ લીધા હતા. બે રાજ્યમંત્રીઓને સ્વતંત્ર હવાલો સોંપવામાં આવ્યો છે. ભૂપેન્દ્ર પટેલ મંત્રીમંડળમાં છ રાજ્યમંત્રીઓએ શપથ લીધા હતા. કનુભાઇ દેસાઇ, ઋષિકેશ પટેલે કેબિનેટ મંત્રી તરીકેના શપથ લીધા હતા.
મંત્રીમંડળ કેબિનેટ કક્ષાના મંત્રીઓ
1 કનુભાઈ દેસાઈ – પારડી
2 ઋષિકેશ પટેલ – વિસનગર
3 રાઘવજી પટેલ – જામનગર ગ્રામ્ય
4 બળવંતસિંહ રાજપૂત – સિદ્ધપુર
5 કુંવરજી બાવળિયા – જસદણ
6 મુળુભાઇ બેરા – જમખંભાળિયા
7 કુબેર ડિંડોર – સંતરામપુર, મહીસાગર
8 ભાનુબેન બાબરીયા – રાજકોટ ગ્રામ્ય
રાજ્યકક્ષાના મંત્રીઓ (સ્વતંત્ર હવાલો)
9 હર્ષ સંઘવી – મજુરા, સુરત
10 જગદીશ પંચાલ – નિકોલ, અમદાવાદ
રાજ્યકક્ષાના મંત્રીઓ
11 પરસોતમભાઈ સોલંકી, ભાવનગર ગ્રામ્ય
12 બચુભાઈ ખાબડ – દેવગઢબારિયા, દાહોદ
13 મુકેશ પટેલ – ઓલપાડ, સુરત
14 પ્રફુલ પાનસેરીયા,સુરત
15 ભીખુસિંહ પરમાર – મોડાસા
16 કુંવરજી હળપતિ
ઉત્તર ગુજરાતના બે ધારાસભ્ય કેબિનેટ મંત્રી બન્યા
સૌરાષ્ટ્રના ચાર, ઉત્તર ગુજરાતના બે ધારાસભ્ય કેબિનેટ મંત્રી બન્યા હતા. મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના એક-એક ધારાસભ્ય કેબિનેટ મંત્રી બન્યા હતા.
શપથ સમારોહમાં કોણ કોણ રહ્યું હાજર
ભૂપેન્દ્ર પટેલ સરકારના શપથ સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, રક્ષામંત્રી રાજનાથ સિંહ, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ, આસામના સીએમ હિમંત બિસ્વા સરમા, સ્મૃતિ ઈરાની સહિત અનેક મહાનુભાવો હાજર રહ્યા હતા.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
