Homeગુર્જર નગરીઅમદાવાદઃ બિલ્ડિંગના સાતમાં માળે આગ, 15 વર્ષીય સગીરા જીવતી સળગી ! ...

અમદાવાદઃ બિલ્ડિંગના સાતમાં માળે આગ, 15 વર્ષીય સગીરા જીવતી સળગી ! પરિવારના ચાર સભ્યોનો બચાવ

Team Chabuk-Gujarat Desk: અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં ગિરધરનગર સર્કલ પાસે ઓર્ચિડ ગ્રીન ફ્લેટમાં આગ લાગતા એક સગીરાનું ગંભીર રીતે દાઝી જતાં મોત થયું છે. બિલ્ડિંગના સાતમાં માળે મકાનમાં આગ લાગતા અફરા તફરી મચી ગઈ હતી.મકાનમાં લાગેલી આગને પગલે એમ્બ્યુલન્સ સહિત ફાયરબ્રિગેડની 15 ગાડી ઘટનાસ્થળે પહોંચી હતી. ઘરમાં રહેલા પાંચ સભ્યમાંથી ચાર લોકોને બહાર નીકળવામાં સફળતા મળી હતી, જ્યારે એક સગીરા અંદર ફસાઈ ગઈ હતી. ફસાયેલી 15 વર્ષીય સગીરાને ફાયરબ્રિગેડની ટીમે જીવિત હાલતમાં બહાર પણ કાઢી. જો કે, કમનસીબે સારવાર દરમિયાન તેણે દમ તોડ્યો.

સવારે 7:28 વાગ્યે અમદાવાદ ફાયરબ્રિગેડને કોલ મળ્યો હતો કે શાહીબાગ ગિરધરનગર સર્કલ પાસે આવેલા ઓર્ચિડ ગ્રીન ફ્લેટમાં સાતમા માળે મકાનમાં આગ લાગી છે. ફાયરબ્રિગેડનાં રેસ્ક્યૂ વાહનો અને એમ્બ્યુલન્સ સાથે 15 ગાડી રવાના કરવામાં આવી હતી. ફાયરબ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી અને રેસ્ક્યૂબિકલ સાથે તેમણે પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવ્યો હતો.

ફાયર વિભાગે પહોંચી ત્યારે ઘરમાંથી પરિવારના પાંચમાંથી ચાર સભ્ય બહાર નીકળી ગયા હતા, પરંતુ એક રૂમમાં 15 વર્ષીય પ્રાંજલ ઉર્ફે પ્રાચી નામની સગીરા આગમાં ફસાઈ ગઈ હતી જેને ફાયર વિભાગની ટીમે જીવના જોખમે બહાર કાઢી હતી.

ફાયરબ્રિગેડના જવાનો આઠમા માળે પહોંચ્યા હતા અને ત્યાંથી દોરડું બાંધીને ફાયરબ્રિગેડના બે જવાનો દોરડા વડે સાતમા માળે આગ લાગી હતી એ મકાનમાં પહોંચ્યા હતા. ત્યાંથી દરવાજો તોડીને ચાલુ આગમાં રહેલી પ્રાંજલને બહાર કાઢી હતી. ત્યારબાદ તેને તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડી હતી. પરંતુ દરમિયાન ગંભીર રીતે દાઝી ગયેલી કિશોરીને બચાવી શકાઈ ન હતી. આગ કયા કારણસર લાગી તેનું કારણ અકબંધ છે.

whatsapp

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments