Homeદે ઘુમા કેSania Mirza: દુબઈમાં કારકિર્દીની છેલ્લી ટૂર્નામેન્ટ રમશે સાનિયા મિર્ઝા, ટેનિસને કહેશે અલવિદા

Sania Mirza: દુબઈમાં કારકિર્દીની છેલ્લી ટૂર્નામેન્ટ રમશે સાનિયા મિર્ઝા, ટેનિસને કહેશે અલવિદા

Team Chabuk-Sports Desk: ભારતીય ટેનિસસ્ટાર સાનિયા મિર્ઝાએ નિવૃતિની જાહેરાત કરી છે. સાનિયાએ આ નિર્ણય પોતાની ઈજાને લઈને કર્યો છે. તેણે કહ્યું હતું કે તેઓ આવતા મહિને દુબઈ ટેનિસ ચેમ્પિયનશિપમાં રમશે, જે આ જ વર્ષે 19 ફેબ્રુઆરીથી શરૂ થવા જઈ રહી છે.

પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિક સાથે છૂટાછેડાની ખબરો વચ્ચે ભારતીય ટેનિસસ્ટાર સાનિયા મિર્ઝાએ એક એલાન કર્યું છે. એને કારણે તેમના ફેન્સ હતાશ પણ છે. તેણે ટેનિસને અલવિદા કરવાની જાહેરાત કરી છે. આવતા મહિને દુબઈમાં રમાનારી ટેસ્ટ ચેમ્પિયનશિપ તેમના કરિયરની અંતિમ ટૂર્નામેન્ટ હશે. એ એક WTA 1000 ઈવેન્ટ હશે. સાનિયા પોતાના ફેન્સને આ જ ટૂર્નામેન્ટમાં અંતિમ વખત રમતી જોવા મળશે.

vinayak

સાનિયાએ કહ્યું હતું કે, મેં ગયા વર્ષે જ WTA ફાઈનલ્સ પછી સંન્યાસનો પ્લાન બનાવ્યો હતો, પરંતુ રાઈટ એલ્બોની ઈજાને કારણે યુએસ ઓપન અને બાકીની ટૂર્નામેન્ટમાંથી નામ પરત લેવું પડ્યું હતું. હું મારી શરતો પર જીવનારી વ્યક્તિ છું. આ જ કારણે ઈજાને કારણે બહાર થવા નથી માગતી અને હજુ પણ ટ્રેનિંગ લઈ રહી છું. આ જ કારણ છે કે દુબઈ ટેસ્ટ ચેમ્પિયનશિપ પછી નિવૃત્ત થવાનો વિચાર છે.’

સાનિયા મિર્ઝાએ ગયા વર્ષે યુએસ ઓપન પછી પ્રોફેશનલ ટેનિસને અલવિદા કહેવાનો નિર્ણય કર્યો હતો, પરંતુ તે ઈજાને કારણે ટૂર્નામેન્ટમાં રમી શકી ન હતી. ત્યાર બાદ તેણે નિવૃત્તિનો નિર્ણય બદલી નાખ્યો હતો. સાનિયા મિર્ઝાની ટેનિસ કારકિર્દી શાનદાર રહી છે.

આ ભારતીય ટેનિસસ્ટારે તેના પ્રોફેશનલ કરિયરમાં 6 મોટી ચેમ્પિયનશિપ જીતી હતી. સાનિયા મિર્ઝાએ 3 વખત ડબલ્સ અને 3 વખત મિક્સ ડબલ્સનો ખિતાબ જીત્યો છે. આ મહિને સાનિયા મિર્ઝા ઓસ્ટ્રેલિયન ઓપનમાં તેની કઝાકિસ્તાન પાર્ટનર અન્ના ડેનિલિયા સાથે કોર્ટ પર ઊતરશે. ઉલ્લેખનીય છે કે સાનિયા છેલ્લાં લગભગ 10 વર્ષથી દુબઈમાં રહે છે.

સાનિયાની સિદ્ધી

અર્જૂન એવોર્ડ – 2004
પદ્મ શ્રી – 2006
રાજીવ ગાંધી ખેલરત્ન એવોર્ડ – 2015
પદ્મ ભૂષણ – 2016

ડબલ્સમાં જીત
ઓસ્ટ્રેલિયન ઓપન – 2016
વિમ્બલ્ડન-US ઓપન -2015

મિક્સ ડબલમાં જીત
ઓસ્ટ્રેલિયન ઓપન – 2009
ફ્રેન્ચ ઓપન – 2012
US ઓપન – 2014

whatsapp

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments