Team Chabuk-Gujarat Desk: ગીર સોમનાથના ઉનાના ચીખલી ગામે એક નરાધમે બાળકી પર દુષ્કર્મનો પ્રયાસ કર્યો. એટલું જ નહીં આરોપીએ હેવાનિયતની હદ પાર કરી 6 વર્ષની બાળકીને હોઠ પર બચકું ભરી લેતા બાળકી ઈજાગ્રસ્ત થઈ છે.
ઉનાના ચિખલી ગામમાં આવેલા મંદિરે બાળકી રમતી હતી. ત્યારે એક સ્થાનિક શખ્સે બાળકીને ચોકલેટ આપવાના બહાને બદકામ કરવાના ઇરાદે નજીક લઇ જઇ છેડતી કરી હતી અને ઇજા પહોંચાડી હતી. આ અંગેની જાણ તેની માતાને થતાં તાત્કાલીક ઉના સરકારી હોસ્પીટલે સારવાર અર્થે ખસેડવામાં આવી હતી.
મળતી માહિતી મુજબ ચીખલી ગામે રહેતા કાળુ અભુ ભાલીયા નામના શખ્સે બાળકીને પોતાની હવસનો શિકાર બનાવવાની કોશિશ કરી હતી. 6 વર્ષની બાળકી રહેણાંક મકાન નજીક આવેલ ખોડીયાર માતાજીના મંદિેરે રમતી હતી. આ દરમિયાન કાળુ ત્યાં આવ્યો અને ચોકલેટ આપવાના બહાને બાળકીની નજીક ગયો. ત્યારબાદ બાળકીની એકલતાનો લાભ લઈ પોતાની વિકૃત માનસિકતા છતી કરી હતી. ત્યાં સુધી કે, આરોપીએ બાળકીને મોઢાના ભાગે બચકું ભરી લીધું હતું. બાળકીએ બૂમાબૂમ કરતા આરોપી ઘટનાસ્થળેથી ભાગી ગયો હતો. બીજી તરફ બાળકીને મોઢાના ભાગે ઇજા થતાં તેને તાત્કાલીક ઊનાની સરકારી હોસ્પિટલે લઈ જવાઈ હતી.
હાલ આ અંગે બાળકીના કાકાએ નવાબંદર મરીન પોલીસમાં ફરીયાદ નોધાવી છે. જેને લઈ પોલીસે તાત્કાલિક આરોપીને ઝડપી લઈ છેડતી, પોસ્કો સહીતનો ગુનો નોંધી આરોપી વિરૂદ્ધ કાયદાકીય કાર્યવાહી શરૂ કરી છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત