Team Chabuk-Sports Desk: ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી બીજી વનડેમાં ઓસ્ટ્રેલિયાએ બીજી વનડેમાં 10 વિકેટથી જીત મેળવીને સીરીઝીમાં શાનદાર વાપસી કરી છે, આ સાથે જ ત્રણ મેચોની વનડે સીરીઝ હવે 1-1થી બરાબરી પર આવી ગઇ છે. મુંબઇ વનડેમાં ભારતની જીત થઇ હતી, તો વિશાખાપટ્ટનમ વનડેમાં કાંગારુઓ વળતો પ્રહાર કરતો ભારતને ધરાશાયી કરી દીધુ હતુ, અને બીજી વનડે શાનદાર રીતે જીતી લીધી હતી.
બીજી વનડેમાં ટૉસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતેરલી ભારતીય ટીમની ખરાબ બેટિંગ જોવા મળી હતી, આ બીજી વનડેમાં ભારતીય ટીમે નિર્ધારિત 50 ઓવરની વનડેમાં માત્ર 26 ઓવર રમીને 117 રન બનાવીને ઓલઆઉટ થઇ ગઇ હતી, અને કાંગારુ ટીમને માત્ર 118 રનોનો નજીવો ટાર્ગેટ મળ્યો હતો. આ ટાર્ગેટને કાંગારુ ટીમે આક્રમક બેટિંગ કરતા માત્ર 11 ઓવરમાં જ પાર હાંસલ કરી લીધો હતો. કાંગારુ ટીમે 11 ઓવર રમીને વિના વિકેટે 121 રન બનાવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, સીરીઝમાં હવે બન્ને ટીમો બરાબરી પર આવી ગઇ છે.
ઓસ્ટ્રેલિયા તરફથી ઓપનિંગ બેટ્સમોએ શાનદાર બેટિંગ કરી હતી, બન્ને બેટ્સમેનોએ અર્ધશતકીય ઇનિંગ રમી હતી, અને બન્ને વચ્ચે શાનદાર શતકીય ભાગીદારી થઇ હતી. 118 રનોના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ઓસ્ટ્રેલિયન ટીમ તરફથી ટ્રેવિસ હેડે 30 બૉલમાં 10 ચોગ્ગા સાથે 51 રનની ઇનિંગ રમી હતી, જ્યારે મિશેલ માર્શે 36 બૉલમાં આક્રમક બેટિંગ કરતાં 6 ચોગ્ગા અને 6 છગ્ગા સાથે 66 રનની ઇનિંગ રમી હતી. ઓપનિંગ જોડીની શાનદાર બેટિંગના સહારે ઓસ્ટ્રેલિયાએ બીજી વનડેમાં શાનદાર 10 વિકેટથી જીત હાંસલ કરી હતી.
ઓસ્ટ્રેલિયાની વાત કરીએ તો, ટૉસ જીતીને પહેલા બૉલિંગ કરવા ઉતરેલી કાંગારુ ટીમે વિશાખાપટ્ટનમમાં તરખાટ મચાવી દીધો હતો. કાંગારુ બૉલરોમાં મિશેલ સ્ટાર્કે ભારતીય ટીમને શરૂઆત ઝટકા આપીને ટીમ ઇન્ડિયાને બેકફૂટ પર લાવી દીધી હતી. સ્ટાર્કે પોતાના શાનદાર સ્પેલમાં 8 ઓવર નાંખી હતી, જેમાં 53 રન આપીને 1 મેડન સાથે 5 મહત્વની વિકેટો ઝડપી હતી. આ ઉપરાંત અન્ય બૉલરોએ પણ ભારતીય બેટ્સમેનોનો જકડી રાખ્યા હતા. સીન એબૉટ 3 અને નાથન એલિસ 3 વિકેટો ઝડપવામાં સફળ રહ્યાં હતા.
તાજેતાજો ઘાણવો
- પુલવામા હુમલાના 6 વર્ષઃ આજે પ્રેમની વાતો નહીં વીરોની વાત થઈ રહી છે
- સોનાના ભાવમાં ક્યારે લાગશે બ્રેક ? આજે ભાવમાં ફરી વધારો, જાણો આજનો લેટેસ્ટ ભાવ
- રેપોરેટ ઘટવાથી તમારી હોમલોન, કારલોન પર શું અસર પડશે ? હવે કેટલો હપ્તો આવશે ? જાણો
- ચાર દાયકા લોકસાહિત્યની સેવા કરનાર પદ્મશ્રી ભીખુદાન ગઢવીની મોટી જાહેરાત, હવે નહીં કરે લોકડાયરા
- અમરેલી લેટરકાંડઃ દિલીપ સંઘાણીએ મુખ્યમંત્રીને પત્ર લખીને કહ્યું, સત્ય બહાર લાવવા હું નાર્કો ટેસ્ટ કરાવવા તૈયાર