Team Chabuk-National Desk: પાકિસ્તાનમાં પાંચ ફેબ્રુઆરીના રોજ મનાવવામાં આવતા કાશ્મીર એકજૂટતા દિવસમાં કેટલીક વૈશ્વિક કંપનીઓએ કૂદકો મારી પાકિસ્તાનની ભાટાઈ કરતા ભાઠે ભરાઈ છે. દક્ષિણ કોરિયાની કાર કંપની હ્યુન્ડાઈ બાદ ફૂડ ચેન કેએફસીની (K.F.C) પાકિસ્તાન ફ્રેન્ચાઈઝીએ પણ કાશ્મીરની અલગ ઓળખને લઈ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે. જેથી ભારતના લોકો ખૂબ જ નારાજ છે. સોશિયલ મીડિયા પર તેને લઈ કેએફસીને બોયકોટ કરવા સુધીનો અવાજ ઉઠ્યો હતો. મામલો બિચકતા ભારત સ્થિત કેએફસીએ સોશિયલ મીડિયા હેન્ડલ મારફતે માફી માગી હતી.
K.F.Cની પોસ્ટમાં શું હતું ?
કેએફસીની પાકિસ્તાની ફ્રેન્ચાઈઝીએ પોતાના સોશિયલ મીડિયા વેરિફાઈડ હેન્ડલથી કાશ્મીરના અલગાવવાદિઓનું સમર્થન કર્યું હતું. કંપનીએ પોસ્ટમાં લખ્યું હતું કે કાશ્મીર કાશ્મીરીઓનું છે. આ વિવાદિત પોસ્ટ બાદ ભારતમાં લોકોનો ગુસ્સો ફાટ્યો હતો અને સોશિયલ મીડિયા પર વિરોધ ચાલુ થઈ ગયો હતો. કે.એફ.સીએ (K.F.C) મામલો હાથમાંથી સરકતા જોતા એક સંદેશ લખ્યો હતો કે, ‘અમે ભારતની બહાર કેએફસીના સોશિયલ મીડિયા ચેનલ્સ દ્વારા થયેલી પોસ્ટ માટે માફી માગીએ છીએ. અમે ભારતનું સન્માન કરીએ છીએ અને તમામ ભારતીયોની ગર્વથી સેવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરીએ છીએ.’
અમે આલોચના કરીએ છીએ: હ્યુન્ડાઈ
આ પહેલા કાર કંપની હ્યુન્ડાઈએ પણ કાશ્મીરની ભાટાઈ કરી હતી. હ્યુન્ડાઈની પાકિસ્તાની ફ્રેન્ચાઈઝીએ સોશિયલ મીડિયા પર આ સંદર્ભે પોસ્ટ કરી હતી. જેને લઈ ટ્વીટર પર હ્યુન્ડાઈની વિરૂદ્ધ લોકોએ નારાજગી વ્યક્ત કરી હતી. હ્યુન્ડાઈ ઈન્ડિયા લિમિટેડે બાદમાં નિવેદન આપ્યું હતું કે એ રાષ્ટ્રીયતાનું સન્માન કરવાના વિચાર સાથે ઊભી છે. પોતાની પાકિસ્તાની યુનિટનું નામ લીધા વગર લખ્યું હતું કે, ‘હ્યુન્ડાઈ મોટર ઈન્ડિયાને અનઈચ્છનીય સોશિયલ મીડિયા પોસ્ટની સાથે ન જોડો. અમે આવા દૃષ્ટીકોણની આલોચના કરીએ છીએ.’
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
