Homeગુર્જર નગરીકિશન ભરવાડ મર્ડર કેસઃ મૌલાના અય્યુબે હથિયાર આપ્યું હતું, હત્યાના દિવસે ઈમ્તિયાઝ...

કિશન ભરવાડ મર્ડર કેસઃ મૌલાના અય્યુબે હથિયાર આપ્યું હતું, હત્યાના દિવસે ઈમ્તિયાઝ બાઈક ચલાવતો હતો, શબ્બીરે કર્યું હતું ફાયરિંગ

Team Chabuk-Gujarat Desk: ધંધુકામાં કિશન ભરવાડ નામના માલધારી સમાજના યુવકની હત્યાના કેસમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. આ સમગ્ર કેસ મુદ્દે અમદાવાદ જિલ્લા પોલીસ વડા વિરેન્દ્રસિંહ યાદવે પત્રકાર પરિષદ યોજી અને માહિતી આપી હતી. તેમણે માહિતી આપતા કહ્યું હતું કે, આ હત્યા કેસના આરોપી શબ્બીર ઉર્ફે સાબા ચોપડા (રહે. મલવતવાડા, ધંધુકા) અને ઈમ્તિયાઝ ઉર્ફે ઈમ્તુ પઠાણ(રહે. કોઠીફળી, ધંધુકા)ની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે મૌલાના મહંમદ ઐયુબ જાવરાવાલા (રહે. જમાલપુર, અમદાવાદ)ની અટકાયત કરવામા આવી છે.

તેમણે કહ્યું કે, 5થી 6 દિવસ પહેલા શબ્બીર અમદાવાદ ગયો હતો અને તેણે મૌલવીને મળી ફેસબુક પર આ પોસ્ટની વાત કરી કહ્યું હતું કે આ ફેસબુક પર પોસ્ટ મૂકી એ મને ગમી નથી, તેને સબક શીખવાડવાનો છે મને હથિયાર આપો. જેથી મૌલવીએ આ હથિયાર આપ્યું હતું. આ સંગઠન અને અન્ય મૌલવીઓ અંગે તપાસ કરવામાં આવી રહી છે.

પોલસીની અત્યાર સુધીની તપાસમાં સામે આવ્યું છે કે, 25 જાન્યુઆરીએ જ્યારે કિશનની હત્યા થઈ ત્યારે શબ્બીરે ફાયરિંગ કર્યું હતું અને ઈમ્તિયાઝ નામનો શખ્સ બાઈક ચલાવતો હતો. બંને આરોપીઓ મૂળ ધંધુકાના જ હોવાનું પણ સામે આવ્યું છે.

તેમણે જણાવ્યું કે, 6 જાન્યુઆરીએ મૃતકે ફેસબુક પર ધાર્મિક લાગણી દુભાય એવી પોસ્ટ મુકાઈ હતી. જેની 9 તારીખે ફરિયાદ થઈ અને કાર્યવાહી થઈ હતી. ફેસબુક પરની પોસ્ટને ધ્યાનમાં રાખી આયોજનબદ્ધ રીતે હત્યા કરવામાં આવી છે. આરોપી શબ્બીર કટ્ટરવાદી વિચારધારા ધરાવે છે. બીજી તરફ મુસ્લિમ મૌલવી જે કટ્ટરવાદી હોય તેના સંપર્કમાં હોય શકે. મુંબઈમાં મૌલવીને મળ્યો હતો. જેને અમદાવાદમાં જમાલપુરમાં અયુબ નામના મૌલવીને મળવા કહ્યું હતું. અમદાવાદના જમાલપુરના મૌલવી અને દિલ્હીના મૌલવી શાહઆલમમાં મળી ચુક્યા છે. જેમાં શબ્બીર પણ હાજર હતો.

આરોપી શબ્બીરે સ્વીકાર્યું કે, 1 વર્ષ પહેલાં મૌલવીની સ્પીચ સાંભળી છે અને મળ્યો હતો. મૌલવી ઐયુબ જમાલપુરમાં જ રહે છે અને વધુ પૂછપરછ કરવામાં આવ્યું છે. પૂછપરછ અને તપાસ દરમિયાન જાણવા મળ્યું કે તેની કટ્ટરવાદી માનસિકતા છે. રિમાન્ડ મેળવી ફન્ડિંગ તેમજ અગાઉ આવા કોઈ પ્રવૃત્તિ કરવામાં આવી અને લોકોના વિચાર બદલવા અંગેની તપાસ કરવામાં આવશે. તપાસમાં સામે આવ્યું છે કે, આરોપી શબ્બીર એક વર્ષ પહેલાં ઇન્સ્ટાગ્રામ મારફતે મૌલવીના સંપર્કમાં આવ્યો હતો. હાલ પોલીસ આ કેસમાં વધુ તપાસ કરી રહી છે જેમાં વધુ કેટલાક આરોપીના નામ ખુલે તેવી શક્યતા છે.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments