Team Chabuk-Gujarat Desk: જૂનાગઢના પોશ ગણાતા વિસ્તાર ટીંબાવાડીમાં એક યુવાનની છરીના ઘા ઝીંકીને હત્યા કરી દેવાઈ. તક્ષશિલા સોસાયટીમાં રહેતા દીપેન અનિલભાઈ વાજા નામના યુવાનને છરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દેવાયો. બનાવની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને તપાસ શરૂ કરી હતી. આ મુદ્દે મૃતક યુવકના પિતાએ જણાવ્યું હતું કે, તેમના ઘર પાસે દરગાહની પાછળ રહેતો અમીન નામનો શખ્સ અપશબ્દો બોલતો હતો. જેથી ઘર પાસે ગાળો બોલવાની ના પાડતા તે જતો રહ્યો હતો.
ત્યારબાદ રાત્રે 10 વાગ્યા આસપાસ ફરી અમીન સહિતના આરોપીએ દીપેનના ઘર પાસે અવાજ કરવાનો શરૂ કર્યો હતો. આ મુદ્દે ફરી માથાકૂટ થઈ હતી. ફરી બબાલ થતાં અમીન સહિત અન્ય આરોપીએ દીપેન પર છરી વડે હુમલો કર્યો હતો. જેથી દીપેનને લોહીલુહાણ હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો.
સમગ્ર કેસની જાણ થતાં DySP પ્રદીપસિંહ જાડેજા એલસીબી સી ડિવિઝન સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. અને હત્યાનો ગુનો નોંધી બે મહિલા સહિત છ શખ્સો વિરૂદ્ધ ફરિયાદ નોંધી હતી. આ સમગ્ર કેસમાં પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત