Team Chabuk-Gujarat Desk: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગીર સોમનાથ જિલ્લામાં 73માં પ્રજાસત્તાક પર્વની રાજયકક્ષાની ઉજવણી બાદ પ્રભાસપાટણમાં સોમનાથ ટ્રસ્ટ સંચાલીત ગૌશાળા અને ચંદનવનની મુલાકાત લીધી હતી. રાજ્ય સરકારના પર્યાવરણીય જાગૃતિ અભિયાનમાં સંસ્થાઓની- લોકોની જનભાગીદારી થકી ગુજરાતને હરિયાળુ કરી ‘ગ્રીન ગુજરાત’નુ સૂત્ર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાદર્શનમાં સાર્થક થઇ રહ્યું છે.
સોમનાથ મંદિર ટ્રસ્ટે ગીર સોમનાથ જિલ્લામાં વિશેષ સેવા કીય પ્રવૃત્તિના ભાગરૂપે 11 લાખ વૃક્ષોરોપણનો સંકલ્પ લીધો છે. મુખ્યમંત્રીએ સોમનાથ ટ્રસ્ટના આ સેવા યજ્ઞને આવકારી પર્યાવરણ જતનની આ પ્રેરણારૂપ પહેલ બદલ સૌને અભિનંદન આપ્યા હતા.અત્રે ઉલ્લેખ કરવો જરૂરી છે કે તત્કાલિન મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પર્યાવરણ સુરક્ષામાં ગુજરાતની અગ્રેસરતા આગળ વધારતા એક દાયકા પૂર્વે સોમનાથમાં હરિહર વનનુ નિર્માણ કરાવ્યું હતું.
સોમનાથ ટ્રસ્ટના ચેરમેન તરીકે પણ હાલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ સોમનાથ ટ્રસ્ટ અનેક સેવાકીય કાર્યો હાથ ધરી રહ્યું છે. મુખ્યમંત્રીએ ગૌશાળા ચંદન વન ખાતે વૃક્ષારોપણ કર્યું હતું. તેઓ દ્વારા બોરસલ્લીની કલમનું સોમનાથ ગૌશાળા ખાતે રોપણ કરવામાં આવ્યું હતું.
બોરસલ્લીના વૃક્ષ વિશે
બોરસલ્લી ઝાડ ઘટાદાર ઘણાં ઉંચા થાય છે. તેના પાંદડા આંબાના પાનને થોડા ઘણા મળતા આવે છે. ગોળ બટન જેવા સફેદ સુગંધીદાર ફૂલો થાય છે. નાની બદામ જેવા ફળ આપે છે. જે પરિપક્વ થતાં સિંદુર રંગ ધારણ કરે છે.બોરસલ્લીનું દાંતણ કરવાથી દાંત મજબૂત બને છે. હ્રદય રોગ પર તેના ફુલની માળા પહેરવાથી ફાયદો થાય છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત