Team Chabuk-Gujarat Desk: જામનગર ડબલ મર્ડર કેસનો આરોપી રાજકોટથી ઝડપાયો છે. પત્ની અને પુત્રની કરપીણ હત્યા કરનારા આરોપી રાજકોટની સિવિલ હોસ્પિટલ નજીકથી ધરપકડ કરાઈ છે.
મહત્વનું છે કે, જામનગર શહેર નજીક આવેલા લાલપુર બાયપાસ પાસે હોટલ ટેન નજીક આવેલી બાવળની ઝાડીઓમાં મહિલા અને બાળકીનો મૃતદેહ મળ્યો હતો. બંનેના ગળા પર તીક્ષ્ણ હથિયારના ઘાના નિશાન હતા. આરોપીએ મહિલા અને તેની બાળકીનું ગળું કાપીને હત્યા કરી હતી. જેને લઈને પોલીસ દોડતી થઈ ગઈ હતી. આ દરમિયાન પોલીસ તપાસમાં સામે આવ્યું કે, પતિ જ હત્યા કરીને રાજકોટ તરફ ભાગ્યો છે. જેથી પોલીસે તપાસ હાથ ધરી હતી. અને રાજકોટ સિવિલ હોસ્પિટલ નજીકથી ઝડપી લેવાયો હતો.

મળતી માહિતી મુજબ, સબીના નામની 30 વર્ષીય મહિલા અને તેની એક વર્ષની પુત્રી રુબિનાનું ગળું કાપીને હત્યા કરીને તેમની લાશ લાલપુર બાયપાસ પાસે હોટલ ટેન નજીક બાવળની ઝાડીઓમાં ફેંકી દેવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં જ પોલીસકાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો.
જામનગર પંચકોષી પોલીસ અને એલસીબી સહિતની પોલીસ તપાસમાં લાગી ગઈ છે. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે આ મૂળ યુપીનો પરિવાર દરેડમાં રહેતો હતો અને મજૂરીકામ કરતો હતો.ગુનાને અંજામ આપ્યા બાદ પતિ તારીક ફરાર થઈ ગયો હતો. જો કે, તે વધુ દૂર જઈ શક્યો ન હતો. હાલ પોલીસે આરોપીની વધુ પૂછપરછ હાથ ધરી છે.

તાજેતાજો ઘાણવો
- રાજકોટ-મુંબઈ વચ્ચે દોડશે સુપરફાસ્ટ તેજસ ટ્રેન, જાણી લો ટાઈમટેબલ
- રાજ્ય સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો
- ઊના: સૈયદ રાજપરામાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો, પાડોશી મહિલાએ જ કરી કળા !
- સુરેન્દ્રનગરમાં સી.યુ. શાહ ટી.બી. હોસ્પિટલની બેદરકારીના કારણે દીકરીનો જીવ ગયો હોવાનો આરોપ
- મોરબીના મચ્છુ-3 ડેમમાં માતા-પુત્રીએ ઝંપલાવ્યું, દીકરીનું મોત