Team Chabuk-Gujarat Desk: જૂનાગઢની એક યુવતીએ રાજકોટ પોલીસ સ્ટેશનમાં ઝેરી દવા પીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો. હાજર પોલીસ કર્મચારીઓએ યુવતીને તાત્કાલિક હોસ્પિટલ ખસેડી હતી. હાલ યુવતી સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.યુવતીનો આરોપ છે કે, જૂનાગઢના ભૂવા સુરજ સોલંકીએ 10 મહિના સુધી તેના પર દુષ્કર્મ આચર્યું. એટલું જ નહીં આ દરમિયાન તેને ગર્ભવતી પણ બનાવી દીધી હતી.
સુસાઈડ નોટમાં શું લખ્યું છે ?
યુવતીએ સોશિયલ મીડિયા પર એક સુસાઈડ નોટ લખી છે. જેમાં લખ્યું છે કે, મારે 10 મહિના પહેલા સૂરજભાઈ લાખાભાઈ સોલંકી પાસે અંગત પ્રશ્નના લીધે જોવડાવા ગઈ હતી. ત્યારથી મારે સૂરજ સોલંકી સાથે પર્સનલ કોન્ટેક્ટ થયો હતો. ત્યાં મને એવું કહ્યું હતું કે હું તારી સાથે લગ્ન કરીશ. આવા અંધારામાં રાખી મારી સાથે 10 મહિના શારીરિક શોષણ કર્યું હતું. આ દરમિયાન હું પ્રેગનન્ટ બની હતી. બાદમાં દવા આપી હતી અને છેલ્લા 1 મહિનાથી મને મૂકીને ચાલ્યો ગયો હતો.

સોશિયલ મીડિયાના ઇન્સ્ટાગ્રામ માધ્યમ દ્વારા મને ઘરવાળી બનાવીને મારા ફોટા વાઇરલ કરી દીધા હતા. હું એને 15 દિવસ પહેલા મનાવવા અમદાવાદ ગઈ હતી પણ આશ્રમ રોડના સર્કલ ઉપર ગાડીમાં બેસાડી સંજયભાઈ સોહલિયાએ માર માર્યો અને ગાડીમાંથી ફેંકી દીધી હતી. સુરજ સોલંકીનો માણસ ગુંજન જોશી સોશિયલ મીડિયામાં ઇન્સ્ટાગ્રામમાંથી લાઈવ થઈને મને બદનામ કરે છે. હવે મારે ક્યાંય જવા જેવું રહ્યું નથી. મને આમાંથી કોઈ રસ્તો મળતો નથી એટલે મારી પાસે મરવા સિવાય કોઈ રસ્તો નથી. મારા મર્યા પછી મને ન્યાય અપાવજો.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
