Team Chabuk-Gujarat Desk: ગીર સોમનાથના ગીર ગઢડામાં પોલીસે યુવકને માર મારવા મુદ્દે કોળી સમાજના યુવાનો રોષે ભરાયા છે અને યુવકને માર મારનારા પોલીસકર્મીઓ વિરુદ્ધ કડક કાર્યવાહીની માગણી કરી છે. એટલું જ નહીં જો 7 દિવસમાં કાર્યવાહી નહી કરવામાં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.
જિલ્લાના ઊના તાલુકાના કોળી સમાજના આગેવાનો અને યુવાનો પરેશ બાંભણિયા, સામત મોરાસિયા, જાદવ ખસિયા, જશુ ભેડા, માનસિંગ કામળિયા, હમીર મકવાણા, બાલુ કામળિયા સહિત નાયબ કલેક્ટરની કચેરીએ પહોંચ્યા હતા અને આવેદન આપી 7 દિવસમાં કાર્યવાહીની માગણી કરી હતી.
ઉલ્લેખનીય છે કે, ગીરગઢઠા પોલીસમાં ફરજ બજાવતા હિતેષ નોંધણભાઇ બારડ તેમજ વિક્રમ હમીરભાઇ ઓડેદરા પર યુવકને માર મારવાનો આરોપ છે. એટલું જ નહીં ખોટા કેસમાં ફસાવી 50 હજાર રૂપિયા પણ માગ્યા હોવાનો પીડિતે દાવો કર્યો છે.
આ સમગ્ર વિવાદ મુદ્દે સોનપરા ગામનો એક વીડિયો પણ સામે આવ્યો હતો. જેમાં બે પોલીસકર્મીઓ એક યુવકને માર મારતા નજરે પડે છે. દાવો છે કે, વીડિયોમાં દેખાઈ રહેલા પોલીસકર્મી હિતેષ બારડ તેમજ વિક્રમ ઓડેદરા છે.
ખાખી પર વધુ એક ડાઘ, ગીરગઢડા પોલીસ પર યુવકને માર માર્યાનો આરોપ#girgadhada #girsomnath #Police pic.twitter.com/DIk3XOqwx2
— thechabuk (@thechabuk) February 27, 2022
તાજેતરમાં જ પીડિત વ્યક્તિ ભાવસિંહ વસરામ વાઢેરે DGP આશિષ ભાટિયાને આ સમગ્ર મુદ્દે રજૂઆત કરી હતી. અને પોલીસકર્મીઓ વિરુદ્ધ યોગ્ય કાર્યવાહીની માગણી કરી હતી. જો કે, હજુ સુધી આ ઘટનામાં કોઈ પગલાં લેવાયા નથી.
પીડિત ભાવસિંહે રજૂઆત કરી છે કે, તે મૂળ કોડીનારનો છે અને ડોળાસા ગામે પાનની દુકાનમાં નોકરી કરે છે. 22 ફેબ્રુઆરીએ તે ડોળાસાથી બોડીદર-સોનપરા થઇ પોતાના ગામે વિઠલપુર જતો હતો. ત્યારે સોનપરા ગામે બુટલેગર પ્રતાપ દેવશી ખસિયાએ દેશી દારૂની બુગીયા પોતાની પાસે ફેકી ગયો હતો. એ વખતે ગીરગઢડા પોલીસમાં ફરજ બજાવતા હિતેષ બારડ તેમજ વિક્રમ ઓડેદરા આવી જતાં આ દારૂ તારો છે તેમ કહી યુવાનને લાકડી તેમજ ઢીકા પાટુનો માર માર્યો હતો.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત