Team Chabuk-Gujarat Desk: જૂનાગઢ શિવરાત્રીના મેળામાં લોહિયાળ જંગ ખેલાયો. એક સાધુના શિષ્યએ રાજકોટના એક વ્યક્તિને કૂહાડીના ઘા ઝીંકી દેતા તે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો. આ સમગ્ર મુદ્દે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
મળતી માહિતી મુજબ, રાજકોટથી જૂનાગઢ શિવરાત્રીના મેળામાં ગયેલા બે મિત્ર પૈકી એક યુવક પર સાધુના શિષ્યએ કુહાડીથી હુમલો કરી દીધો હતો. સાધુ અને શિષ્ય વચ્ચે માથાકૂટ ચાલતી હતી તે તકરારમાં ઉશ્કેરાયેલા શિષ્યએ નિર્દોષ યુવકને પાછળથી કુહાડીનો ઘા ઝીંકી દીધો હતો. ગંભીર રીતે ઈજાગ્રસ્ત યુવકને રાજકોટ હોસ્પિટલમાં લઈ જવાયો હતો.
રાજકોટમાં માલવિયા કોલેજ પાછળ આવેલા અંબાજી કડવા પ્લોટમાં રહેતો હાર્દિક કમલભાઇ પંડ્યા અને તેનો મિત્ર પાર્થ રવિવારે જૂનાગઢ શિવરાત્રીના મેળામાં ગયા હતા. બંને મિત્ર સવારે 11 વાગ્યે જૂનાગઢમાં તળેટી વિસ્તારમાં વડલી ચોક પાસે આવેલા સાધુના અખાડામાં સાધુના દર્શન કરવા ગયા હતા. હાર્દિક અને તેનો મિત્ર પાર્થ સાધુના દર્શન કરવા અંદર ગયા હતા ત્યારે સાધુ અને તેના શિષ્ય વચ્ચે કોઇ મુદ્દે માથાકૂટ ચાલી રહી હતી. બંને મિત્રોએ સાધુના દર્શન કરી દક્ષિણા આપી પરત ફરવાની તૈયારી શરૂ કરી હતી.
હાર્દિક પંડ્યા પોતાના બૂટ પહેરી રહ્યો હતો ત્યારે અચાનક જ શિષ્ય પાછળથી ધસી આવ્યો હતો અને હાર્દિક કંઇ સમજે તે પહેલા જ તેને કુહાડીનો ઘા ઝીંકી દીધો હતો. હુમલો કરી હુમલાખોર શિષ્ય નાસી ગયો હતો. બીજી તરફ ઈજાગ્રસ્ત યુવકને રાજકોટ લઈ જવાયો હતો.
ઘટનાને પગલે જૂનાગઢના પીએસઆઇ ડવ સહિતની ટીમ રાજકોટ દોડી આવી હતી. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, હાર્દિક વેબ ડિઝાઇનર તરીકે કામ કરે છે. હાલ હુમલો કરનાર શિષ્ય કોણ છે તે અંગે હાર્દિક અને તેનો મિત્ર અજાણ હોવાથી પોલીસે અજાણ્યા શખ્સ વિરુદ્ધ ગુનો નોંધ્યો છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
