Homeગુર્જર નગરીત્રીજી ટી-20માં ફિલ્ડિંગમાં વેંકટેશ અય્યરને પ્રાઈવેટ પાર્ટ પર બોલ વાગી ગયો !...

ત્રીજી ટી-20માં ફિલ્ડિંગમાં વેંકટેશ અય્યરને પ્રાઈવેટ પાર્ટ પર બોલ વાગી ગયો ! મેદાન પર થઈ આવી સ્થિતિ

Team Chabuk-Sports Desk: ભારત અને શ્રીલંકા વચ્ચે ધર્મશાલામાં રમાયેલી ત્રીજી T20 મેચ દરમિયાન વેંકટેશ અય્યર ઈજાગ્રસ્ત થયો હતો. તે ફિલ્ડિંગ કરી રહ્યો હતો ત્યારે કેચ પકડતી વખતે બોલ સીધો તેના પ્રાઈવેટ પાર્ટ પર વાગી ગયો હતો. જોકે બોલ વાગવા છતાં તેણે કેચ છોડ્યો ન હતો. પરંતુ મેદાનમાં તે દર્દથી કણસતો જોવા મળ્યા હતો. મેદાન પર આળોટતો જોઈ બોલર હર્ષલ પટેલને પણ દયા આવી ગઈ હતી.

શ્રીલંકન ઈનિંગની 13મી ઓવરમાં હર્ષલ પટેલ બોલિંગ કરી રહ્યો હતો. એવામાં દિનેશ ચંડિમલે જોરદાર શોટ રમ્યો અને તેનો કેચ સીધો પોઈન્ટ ફિલ્ડર વેંકટેશ પાસે ગયો હતો. આ દરમિયાન બોલ પહેલા વેંકટેશ અય્યરના પ્રાઈવેટ પાર્ટ પર વાગ્યો અને પછી સીધો તેણે કેચ પકડી લીધો હતો.

વેંકટેશને આમ દર્દથી કણસતો જોઈને હર્ષલ પટેલ સહિતના ખેલાડીઓ ગભરાઈ ગયા હતા. તેને જોઈને કેપ્ટન રોહિત તાત્કાલિક મેદાનમાં દોડી આવ્યો અને પછી પીઠ પર હાથ ફેરવી શાંત કરતો જોવા મળ્યો હતો. એટલું જ નહીં, જાડેજા સહિત અન્ય ખેલાડી પહેલા ચિંતામાં મુકાઈ ગયા હતા, પરંતુ પછી વેંકટેશ પણ હસવા લાગતાં ટીમના અન્ય ખેલાડી તેની મજાક ઉડાવવા લાગ્યા હતા.

ભારતે આ મેચ શ્રીલંકાને 6 વિકેટથી હરાવી હતી. ટીમ ઈન્ડિયા સામે 147 રનનો ટાર્ગેટ હતો, જેને એક તરફ અંદાજે 19 બોલ પહેલાં 4 વિકેટ ગુમાવી મેળવી લીધો હતો.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments