Homeગુર્જર નગરીઅંધશ્રદ્ધામાં હોમાયો પરિવાર ! છરી વડે પરિવાર પર તૂટી પડ્યો યુવક, દીકરા,દીકરીનું...

અંધશ્રદ્ધામાં હોમાયો પરિવાર ! છરી વડે પરિવાર પર તૂટી પડ્યો યુવક, દીકરા,દીકરીનું મોત, પત્ની ઈજાગ્રસ્ત

Team Chabuk-Gujarat Desk: રાજકોટમાં ધુળેટીનો પર્વ રક્તરિંજિત બન્યો. વહેલી સવારે માતાજીના નામે માનસિક અસ્થિર વ્યક્તિએ પોતના જ પરિવાર પર હુમલો કર્યો. જેમાં ત્રણ માસની દીકરી અને ચાર વર્ષના પુત્રનું મોત થયું છે. જ્યારે આરોપીની પત્ની ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા તે સારવાર હેઠળ છે.

વહેલી સવારે પતિએ પત્ની સહિત પુત્રી તેમજ પુત્રને છરીના ઘા ઝીંકી દીધા હતા. આરોપીની પત્નીએ જણાવ્યું કે, મારો પતિ પ્રેમસંગ નેપાળી માનસિક અસ્થિર છે. તેને ‘માતાજી’ આવતાં હુમલો કર્યો છે. માતાજીએ એમ કહ્યું કે પરિવારના બધાને મારી નાખ, એટલે છરી વડે હુમલો કર્યો. મારો પતિ કોઈ કામધંધો કરતો નથી, વાહનો સાફ કરવા જાય છે. હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી છે.

પોલીસના જણાવ્યા અનુસાર શહેરના ઇન્દિરા સર્કલ પાસે આવેલા અજંતા એપાર્ટમેન્ટમાં વહેલી સવારે 4:30 વાગ્યાની આસપાસ પતિએ છરી વડે પોતાના જ પરિવાર પર ઘાતકી હુમલો કર્યો હતો. એમાં તેની 25 વર્ષીય પત્ની બસંતી અને 4 વર્ષીય પુત્ર નિયત અને ત્રણ માસની દીકરી લક્ષ્મી પર હુમલો કર્યો હતો.

શોરબકોર થતા સ્થાનિકો જાગી ગયા હતા અને તેમણે પોલીસને જાણ કરી હતી. ત્યારબાદ પોલીસે ઘટનાસ્થળે પહોંચી ઈજાગ્રસ્તોને સારવાર માટે ખસેડ્યા હતા. હાલ આ કેસમાં પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments