Team Chabuk-Entertainment Desk: હિન્દી ફિલ્મોના જાણીતા અભિનેતા અને દિગ્દર્શક સતીશ કૌશિકનું (Satish Kaushik) હૃદયરોગના હુમલાને કારણે આજે નિધન થયું છે. તેઓ 67 વર્ષના હતા. તેઓના પરિવારમાં પત્ની અને પુત્રી છે. સતીશ કૌશિકના નિધનના સમાચાર એમના નિકટના મિત્ર અને સહ-બોલીવુડ અભિનેતા અનુપમ ખેરે ટ્વિટરના માધ્યમથી જણાવ્યા છે. આ સમાચારથી બોલીવુડમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
સતીશ કૌશિકના નિધનના સમાચાર તેમના નજીકના મિત્ર અને અભિનેતા અનુપમ ખેરે ટ્વીટ કરીને આપ્યા છે. તેમણે લખ્યું કે, જાણું છું કે મૃત્યુ જ આ દુનિયાનું અંતિમ સત્ય છે. પરંતુ આ વાત હું જીવતા જીવ ક્યારેક મારા જીગરી મિત્ર સતિષ કૌશિક વિશે લખીશ એ મેં સપનામાં પણ વિચાર્યું નહતું. અનુપમ ખેરે ટ્વીટ કરીને લખ્યું કે, 45 વર્ષની મિત્રતા પર અચાનક પૂર્ણવિરામ. Life will NEVER be the same without you SATISH ! ઓમ શાંતિ.
जानता हूँ “मृत्यु ही इस दुनिया का अंतिम सच है!” पर ये बात मैं जीते जी कभी अपने जिगरी दोस्त #SatishKaushik के बारे में लिखूँगा, ये मैंने सपने में भी नहीं सोचा था।45 साल की दोस्ती पर ऐसे अचानक पूर्णविराम !! Life will NEVER be the same without you SATISH ! ओम् शांति! 💔💔💔 pic.twitter.com/WC5Yutwvqc
— Anupam Kher (@AnupamPKher) March 8, 2023
મહત્વનું છે કે, બે દિવસ પહેલાં જ જાવેદ અખ્તરના ઘરે હર્ષોલ્લાસ ભેર હોળી ઉજવી તેની તસવીરો તેમણે સોશિયલ મીડિયા પર શૅર કરી હતી. ત્યાં આ દુઃખદ સમાચાર સામે આવ્યા છે. સતીષ કૌશિક બોલિવૂડના પ્રખ્યાત અભિનેતા, કોમેડિયન, સ્ક્રિપ્ટ રાઈટર, ડિરેક્ટર અને પ્રોડ્યુસર હતા. એક ફિલ્મ અભિનેતા તરીકે સતીશ કૌશિકને 1987માં આવેલી ફિલ્મ ‘મિસ્ટર ઈન્ડિયા’થી ઓળખ મળી હતી.
Colourful Happy Fun #Holi party at Janki Kutir Juhu by @Javedakhtarjadu @babaazmi @AzmiShabana @tanviazmi.. met the newly wed beautiful couple @alifazal9 @RichaChadha.. wishing Happy Holi to everyone 🌹🌹🌹🌺🌺🌺🌺 #friendship #festival #Holi2023 #colors pic.twitter.com/pa6MqUKdku
— satish kaushik (@satishkaushik2) March 7, 2023
સતીશ કૌશિકના પરિવારમાં તેમનાં પત્ની શશિ કૌશિક અને એક દીકરી વંશિકા છે. 1996માં એમનો દીકરો શાનુ કૌશિક માત્ર બે વર્ષની ઉંમરે અવસાન પામ્યો હતો. દીકરી વંશિકા અત્યારે માત્ર 11 વર્ષની છે, જેનો જન્મ 2012માં સરોગસીથી થયો હતો.
1956ની 13 એપ્રિલે હરિયાણાના મહેન્દ્રગઢમાં જન્મેલા સતીશ કૌશિકે ઘણી હિન્દી ફિલ્મોમાં કોમેડિયન તરીકે કામ કર્યું હતું. એમણે કેટલીક ફિલ્મોમાં દિગ્દર્શન અને પટકથા લેખક તરીકેનું કાર્ય સંભાળ્યું હતું અને અમુક ફિલ્મોનું નિર્માણ પણ કર્યું હતું.
‘મિસ્ટર ઈન્ડિયા’ ફિલ્મમાં ‘કેલેન્ડર’ અને ‘દિવાના મસ્તાના’ ફિલ્મમાં ‘પપ્પૂ પેજર’ના ભજવેલા પાત્રો માટે તેઓ દર્શકોને આજે પણ યાદ રહી ગયા છે. 1990માં આવેલી ‘રામ લખન’ ફિલ્મ અને 1997માં આવેલી ‘સાજન ચલે સસુરાલ’ ફિલ્મમાં ભજવેલી ભૂમિકા બદલ એમને બેસ્ટ કોમેડિયનનો ફિલ્મફેર એવોર્ડ આપવામાં આવ્યો હતો. 1993માં એમણે ‘રૂપ કી રાની ચોરોં કા રાજા’ (અનિલ કપૂર, શ્રીદેવી) ફિલ્મનું દિગ્દર્શન સંભાળ્યું હતું. ત્યારબાદ એમણે ‘પ્રેમ’ અને ‘હમ આપકે દિલ મેં રેહતે હૈં’, ‘તેરે નામ’ ફિલ્મો બનાવી હતી.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
