Team Chabuk-Gujarat Desk: રાજકોટના રૈયા રોડ પર આવેલા ન્યારા પેટ્રોલપંપ પર ફિલ્મી ડ્રામા સર્જાયો હતો. અહીં એક યુવકે શરીર પર જ્વલનશીલ પ્રવાહી છાંટી જાતને જલાવી દેવાનો પ્રયાસ કર્યો. જોકે પેટ્રોલપંપ પર હાજર સ્ટાફ અને અન્ય લોકોની સતર્કતાને કારણે આ યુવાનનો જીવ બચી ગયો હતો અને પેટ્રોલપંપ પર મોટી દુર્ઘટના ટળી હતી. આત્મહત્યાનો પ્રયાસ કરનારા યુવકનો આક્ષેપ છે કે, થોડા દિવસ પહેલાં પેટ્રોલપંપના સંચાલકે માર માર્યો હતો.બીજી તરફ પોલીસે તાત્કાલિક યુવકની અટકાયત કરી હતી અને કાર્યવાહી હાથ ધરી હતી.
આ સમગ્ર ઘટનાના એક સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. મળતી માહિતી મુજબ પેટ્રોલપંપ પર મયૂર ભીખા સોંદરવા નામનો યુવક જ્વલંવશીલ પદાર્થ સાથે આવ્યો હતો. પેટ્રોલપંપની ઓફિસ પાસે પહોંચી પોતાના શરીર પર કેરબામાં ભરેલું જ્વલનશીલ પ્રવાહી છાંટવા લાગ્યો હતો. બાદમાં માચીસ કાઢી દીવાસળી ચાંપવાનો પ્રયાસ કર્યો હતો જો કે, આંગ ચાંપે એ પહેલાં પેટ્રોલપંપનો સ્ટાફ અને અન્ય લોકો દોડી આવ્યા હતા અને યુવકને આગ ચાંપતા રોક્યો હતો.
મયૂરના આત્મવિલોપનને રોકતાં જ પેટ્રોલપંપ પર એક મોટી દુર્ઘટના થતાં અટકી ગઇ હતી. બાદમાં પોલીસને જાણ કરતાં સ્થાનિક પોલીસ સ્થળ પર પહોંચી યુવાનની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આત્મવિલોપન કરવા પહોંચેલા યુવાન મયૂર સોંદરવાએ જણાવ્યું હતું કે આજથી 15 દિવસ પૂર્વે તે પેટ્રોલપંપ ખાતે પેટ્રોલ પુરાવ્યા બાદ શૌચક્રિયા માટે ગયો હતો. તેને પોતાને પથરીની બીમારી હોવાથી થોડી વાર લાગી હતી, આથી પેટ્રોલપંપ સંચાલક દ્વારા તેને માર મારવામાં આવ્યો હોવાનો આક્ષેપ કર્યો હતો. આ માટે પોલીસ સ્ટેશન ખાતે અરજી આપવા છતાં કોઈ કાર્યવાહી ન કરી, ફરિયાદ કરવાને બદલે પોલીસ મને સમાધાન કરવા કહી રહી છે. ન્યાય ન મળતાં આત્મવિલોપન કરવા નિર્ણય કર્યો હતો.
બીજી તરફ, પેટ્રોલપંપના સંચાલક કિરીટભાઈ પટેલે જણાવ્યું હતું કે અમે તેને માર માર્યો નથી, તે ગાળો બોલતાં ઝપાઝપી થઈ હતી. આ સમયે પણ પોલીસ બોલાવવામાં આવી હતી. જોકે એ સમયે હોસ્પિટલનું બહાનું બનાવી યુવાન ત્યાંથી ચાલ્યો ગયો હતો. એટલું જ નહીં આરોપ છે કે, કે ઝપાઝપી થઈ એ દિવસે યુવકે પોતાની ઓળખ કેશુભાઇ પટેલના ભત્રીજાના દીકરા તરીકે આપી હતી.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત