Team Chabuk-Gujarat Desk: ગુરૂવારે આકાશમાં અનોખી ખગોળીય ઘટના જોવા મળી. આવી ઘટના જવલ્લે જ જોવા મળે છે. ચંદ્ર સાથે બીજા બે ગ્રહો એક જ લાઈનમાં જોવા મળતા અદભૂદ નજારો સર્જાયો હતો. ચંદ્રની નીચે જે ગ્રહ જોવા મળ્યો તો ગુરુ હતો. જ્યારે ગુરૂની નીચેની ચમકી રહેલો ગ્રહ શુક્ર હતો. આ ઘટનાના ફોટો સોશિયલ મીડિયા પર ફરતા થયા હતા.
ગુરૂવારે સાંજે સૂર્યાસ્ત બાદ પશ્ચિમ દિશામાં ચંદ્ર ગુરુ અને શુક્રની યુતિનો નઝારો જોવા મળ્યો હતો. આ બાબતે સ્ટર્ગેઝિંગ ઇન્ડિયાના નરેન્દ્ર ગોર સાગરે માહિતી આપતાં જણાવ્યું હતું કે મીન રાશિમાં ચંદ્ર ૨૫ અંશ, ગુરુ ૧૫ અંશ અને શુક્ર ૬ અંશની સ્થિતિ એ હોઈ ત્રણેય વચ્ચે સમાન અંતર અને ઊભી લીટી માં હોઈ સુંદર દ્રશ્ય જોવા મળ્યું હતું.
આવીજ બીજી ખગોળીય ઘટના આગામી તારીખ ૧ માર્ચ અને બીજી માર્ચના પણ જોવા મળશે ધીમે ધીમે શુક્ર અને ગુરુનું અંતર ઘટતું જશે અને બન્ને ગ્રહો એક મેકની નજીક આવી જશે.
શુક્ર એ આપણી સૂર્યમાળાનો સૌથી વધુ પ્રકાશિત ગ્રહ છે જ્યારે ગુરુ સૌથી મોટો ગ્રહ છે આમ આવી ખગોળીય ઘટનાઓ આપણે સૌને ખાસ કરીને બાળકોના જ્ઞાનમાં વધારો કરવાનું માધ્યમ બની શકે છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત