Team Chabuk-Sports Desk: મહિલા T20 વર્લ્ડ કપની સેમિફાઈનલમાં ભારતીય ટીમ ફરી એકવાર સેમીફાઈનલ મેચ હારી છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટક્કર થઈ હતી. આ મેચ કેપટાઉનના ન્યૂલેન્ડ્સ ગ્રાઉન્ડ પર મેચ રમાઈ ગઈ હતી. જેમાં ટીમ ઓસ્ટ્રેલિયાએ 5 રને રોમાંચક જીત મેળવી હતી.
ઓસ્ટ્રેલિયાએ આપેલા 173 રનના ટાર્ગેટની સામે ટીમ ઈન્ડિયા નિર્ધારિત ઓવરમાં 8 વિકેટે 167 રન જ બનાવી શકી હતી. ટીમની શરૂઆત જ ખરાબ રહી હતી અને 3 વિકેટ પડી ગઈ હતી. જોકે ત્યાંથી જેમિમા અને હરમનપ્રીત કૌરે બાજી સંભાળી હતી. આ બન્ને વચ્ચે 69 રનની પાર્ટનરશિપ થઈ હતી. જેમિમા 24 બોલ પર 43 રન બનાવી આઉટ થઈ હતી. ત્યારબાદ કેપ્ટન હરમનપ્રીત કૌરે એકલા હાથે ઓસ્ટ્રેલિયન ટીમને લડત આપી હતી. તેણે 34 બોલમાં 52 રન બનાવ્યા હતા. જો કે, કમનસીબે તે રનઆઉટ થઈ હતી. હરમનપ્રીત આઉટ થતા ભારતીય ટીમ અને ચાહકોના દિલ તૂટ્યાં હતા.
ઓસ્ટ્રેલિયા તરફથી સૌથી વધુ ડાર્સી બ્રાઉન અને એશ્લે ગાર્ડનરને 2-2 વિકેટ મળી હતી. જ્યારે મીગન શટ અને જેસ જોનાસનને 1-1 વિકેટ મળી હતી. આ જીત સાથે જ ઓસ્ટ્રેલિયા T20 વર્લ્ડ કપની ફાઈનલમાં સાતમીવાર પ્રવેશ મેળવ્યો છે. ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા સામે ચોથી વખત વર્લ્ડ કપની સેમિફાઈનલમાં હારી ગઈ છે. આ ટૂર્નામેન્ટમાં બન્ને ટીમ 5 વખત સામસામે આવી ચુકી છે. બીજી તરફ ઓસ્ટ્રેલિયાની ટીમ 7મી વખત વર્લ્ડ કપની ફાઈનલમાં પહોંચી છે. તેમાંથી ટીમે 5 ટાઈટલ જીત્યા છે.
હરમનપ્રીત કૌરના રનઆઉટથી ચાહકોને 2019 વન-ડે વર્લ્ડ કપ સેમિફાઈનલ રનઆઉટની યાદ આવી. હરમનપ્રીત કૌર રનઆઉટ થઈ હતી, તે જે રીતના રનઆઉટ થઈ હતી, તેને જોઈને બધા ચાહકોને 2019 વન-ડે વર્લ્ડ કપ સેમિફાઈનલમાં મહેન્દ્ર સિંહ ધોનીના રનઆઉટની યાદ આવી ગઈ હતી. ત્યારે પણ નંબર-7ની જર્સી પહેરનાર ખેલાડી ઉપર દારોમદાર હતો અને તે આઉટ થયા હતા. અને આજે પણ નંબર-7ની જર્સી પહેરનાર ખેલાડી તેવી જ રીતે આઉટ થઈ.
Winning or losing it’s natural. But compions always.. 🤝💝… Well played team 🌍#Mahendra Singh Dhoni#Harmanpreet Kaur#Smriti Mandhana pic.twitter.com/6GCMjEKG0B
— Anji (@Anji57099317) February 23, 2023
મહત્વનું છે કે, ઓસ્ટ્રેલિયાએ પહેલી બેટિંક કરતા 4 વિકેટે 172 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયા તરફથી સૌથી વધુ બેથ મૂનીએ 37 બોલમાં 54 રન બનાવ્યા હતા. તો કેપ્ટન મેગ લેનિંગે 34 બોલમાં 49 રન બનાવ્યા હતા. એશ્લે ગાર્ડનરે 18 બોલમાં 31 રનની તોફાની ઇનિંગ રમી હતી. ભારત તરફથી તરફથી સૌથી વધુ શિખા પાંડેએ 2 વિકેટ લીધી હતી, જ્યારે દીપ્તિ શર્મા અને રાધા યાદવને 1-1 વિકેટ મળી હતી.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત