HomeસિનેમાવાદPathaan Box Office : શાહરુખ ખાની ફિલ્મ 'પઠાણ' એ 'બાહુબલી 2'નો આ...

Pathaan Box Office : શાહરુખ ખાની ફિલ્મ ‘પઠાણ’ એ ‘બાહુબલી 2’નો આ મોટો રેકોર્ડ તોડ્યો, જાણો

Team Chabuk-Entertainment Desk: શાહરુખ ખાનની ફિલ્મ પઠાણ એ બોક્સ ઓફિસ પર શાનદાર કમાણી કરી રહી છે. પઠાણે કલેક્શન મામલે ઈતિહાસ રચી દિધો છે. હવે સમાચાર છે કે શાહરુખ ખાનની પઠાણે કમાણીના મામલે સાઉથ સિનેમાની બ્લોક બસ્ટર ફિલ્મ બાહુબલી 2ને પાછળ છોડી મોટો રેકોર્ડ બનાવ્યો છે.

ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે શાહરુખ ખાન સ્ટારર પઠાણની કમાણીના લેટેસ્ટ આંકડાને લઈ જાણકારી આપી છે. તરણે પોતાના ઓફિસિયલ ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ શેર કરી જણાવ્યું કે પઠાણે રિલીઝના 25માં દિવસે બોક્સ ઓફિસ પર હિંદીમાં 3.25 કરોડ અને અન્ય ભાષાઓમાં 7 લાખની કમાણી કરી છે. જેના કારણે ફિલ્મ પઠાણે બોક્સ ઓફિસ પર તમામ ભાષાઓમાં 511.42 કરોડનું રેકોર્ડબ્રેક કલેક્શન કર્યું છે. આ સાથે જ ફિલ્મ પઠાણએ સાઉથ સુપરસ્ટાર પ્રભાસની ફિલ્મ બાહુબલી 2નો રેકોર્ડ તોડી નાખ્યો છે.

બોલીવૂડ હંગામાના રિપોર્ટનું માનીએ તો બાહુબલી 2એ બોક્સ ઓફિસ પર 510.99 કરોડની કમાણી કરી હતી. આ સાથે જ પઠાણ હિંદી સિનેમામાં સૌથી વધુ કમાણી કરનારી એકમાત્ર ફિલ્મ બની ગઈ છે.

ફિલ્મ ‘બાહુબલી 2’ જ નહીં સુપરસ્ટાર શાહરૂખ ખાનની ફિલ્મ ‘પઠાણ’એ તેના શાનદાર અભિનયના આધારે સાઉથ સિનેમાની બ્લોકબસ્ટર ફિલ્મ KGF ચેપ્ટર 2, RRR, ટાઈગર ઝિંદા હૈ, દંગલ અને વોર જેવી ફિલ્મોની પાછળ છોડી દીધી છે. આ સાથે હવે પઠાણ બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાન, દીપિકા પાદુકોણ અને જોન અબ્રાહમની કરિયરની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની ગઈ છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments