Team Chabuk-Gujarat Desk: ધ્રાંગધ્રામાં ભાણિયાનો જન્મદિવસ ઉજવીને બે પિતરાઈ ભાઈ ઘરે જઈ રહ્યા હતા. આ દરમિયાન ધ્રાંગધ્રા અમદાવાદ વાદ હાઈવે પર તેમને અકસ્માત નડ્યો જેમાં બંને યુવકનું મોત થયું.
મળતી માહિતી મુજબ ધ્રાંગધ્રાના રાજગઢ ગામે રહેતા બે પિતરાઈ ભાઈ વિષ્ણુ ખટાણા અને વિજય ખટાણા રવિવારે રાત્રે પોતાના ભાણિયાનો જન્મદિવસ ઉજવવા ધ્રાંગધ્રા ગયા હતા. જન્મદિવસની ઉજવણી કરીને તેઓ બાઈક પર પરત રાજગઢ જઈ રહ્યા હતા ત્યારે જ અજાણ્યા વાહને તેમને અડફેટે લીધા હતા. અકસ્માત એટલો ગંભીર હતો કે બંને ભાઈના મોત થયા હતા. બે ભાઈના એક સાથે મૃત્યુના સમાચાર સાંભળતા પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો.
પોલીસે જણાવ્યું કે, ભાણાનો જન્મ દિવસ મનાવી રાતના નવ વાગ્યાની આસપાસ રાજગઢ જવા માટે બંને બાઇક લઈને નીકળ્યા હતા. પરંતુ હરીપર પાસે કોઈ અજાણ્યા વાહને બાઇકને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. જેમાં બંને પિતરાઈ ભાઈ રોડ પર પટકાઇ પડ્યા અને માથાના ભાગે બંને યુવાનોને ગંભીર ઈજા સાથે ઘાયલ થયા હતા. ત્યારે ત્યાંથી પસાર થતાં વાહનચાલકો દ્વારા 108 અને ધ્રાંગધ્રા તાલુકા પોલીસને જાણ કરતા તાત્કાલિક ઘટના સ્થળે દોડી જઈને ઈજાગ્રસ્ત બંને પિતરાઈ ભાઈ વિજયભાઈ ખટાણા અને વિષ્ણુભાઈ ખટાણાને ધ્રાંગધ્રા સરકારી હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા. પરંતુ ફરજ પરના ડોક્ટર દ્વારા વિજયભાઈ અને વિષ્ણુભાઈને મૃત જાહેર કરવામાં આવતા શોકનો માહોલ છવાઈ ગયો હતો.
આ અકસ્માતના સમાચાર મળતાં મોટી સંખ્યામાં રબારી સમાજના લોકો સરકારી દવાખાનામાં ઉમટી પડયા હતા. જ્યારે અકસ્માતને લઈને હાઈ-વે પર ટ્રાફિક જામના દ્રશ્ય સર્જાયા હતા. તાલુકા પોલીસ દ્વારા ટ્રાફિક ક્લિયર કરી અજાણ્યા વાહનચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરાઈ હતી.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
