Homeગામનાં ચોરેરશિયા-યુક્રેન યુદ્ધનો સૌથી ભયાનક વીડિયો આવ્યો સામે, રશિયન મિસાઈલે સરકારી બિલ્ડિંગ ફૂંકી...

રશિયા-યુક્રેન યુદ્ધનો સૌથી ભયાનક વીડિયો આવ્યો સામે, રશિયન મિસાઈલે સરકારી બિલ્ડિંગ ફૂંકી મારી

Team Chabuk-International Desk: રશિયા-યુક્રેન યુદ્ધનો છઠ્ઠો દિવસ વધુ ભયાવહ બન્યો. રશિયા યુક્રેને ત્રણે તરફથી ઘેરી લીધુ છે અને રશિયન સેના યુક્રેનની રાજધાની કીવ તરફ આગળ વધી રહી છે. રશિયાનો 40 માઈલ એટલે કે, 64-કિલોમીટર લાંબો કાફલો કીવ તરફ આગળ વધી રહ્યો છે. રશિયન હુમલા બાદ યુક્રેન મોકલવામાં આવેલો આ સૌથી લાંબો સૈન્ય કાફલો છે.આ દરમિયાન રશિયન મિસાઈલો યુક્રેનના અન્ય શહેરોની બિલ્ડિંગને પણ ધ્વસ્ત કરી રહી છે.

ક્રેનના બીજા સૌથી મોટા શહેર ખાર્કિવના એડમિનિસ્ટ્રેશન બિલ્ડિંગ પર રશિયાએ મિસાઈલથી હુમલો કર્યો જેમાં થોડી જ ક્ષણોમાં બિલ્ડિંગ જમીન દોસ્ત થઈ ગઈ. આ સમગ્ર ઘટનાના એક સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. જેમાં જોઈ શકાય છે કે, અચાનક એક મિસાઈલ બિલ્ડિંગ પર પડે છે અને મોટો વિસ્ફોટ થાય છે. આ દરમિયાન બિલ્ડિંગ નજીક કેટલીક કાર પણ જોવા મળી રહી છે જેમાંથી કેટલીક કારના કાટમાળ ઉડી જાય તો તો 4-5 જેટલી કાર આગના ધૂમાડામાંથી સલામત બહાર આવતી પણ જોવા મળી રહી છે.

આ હુમલો ઈમારત પર સ્થાનિક સમય મુજબ સવારે 8 વાગ્યે કરવામાં આવ્યો હતો. હુમલાના કારણે મોટા પ્રમાણમાં નુકસાન તથા જાનહાનિ થઈ છે. જોકે હજી સુધી મૃત્યુનો કોઈ ચોક્કસ આંકડો બહાર આવ્યો નથી

યુક્રેન પર રશિયાના હુમલાના છઠ્ઠા દિવસે રાજધાની કીવમાં નાગરિકો પરનો ખતરો વધુ ઘેરો બન્યો છે. યુક્રેનમાં ભારતીય દૂતાવાસે તમામ ભારતીય નાગરિકોને તાત્કાલિક કીવ છોડી દેવા જણાવ્યું છે. દૂતાવાસ દ્વારા જાહેર કરવામાં આવેલી ઈમર્જન્સી એડવાઈઝરીમાં કહેવામાં આવ્યું છે કે ભારતીયોએ જે સ્થિતિમાં છે એ જ સ્થિતિમાં તરત જ શહેરની બહાર નીકળી જાય.

વિશ્વના ઘણા દેશો લશ્કરી સાધનો મોકલીને યુક્રેનને મદદ કરી રહ્યા છે. રશિયાએ આ દેશોને ચેતવણી આપી હતી કે જો આ લશ્કરી સાધનોનો ઉપયોગ રશિયા વિરુદ્ધ થશે તો તેને મોકલનારા દેશ જવાબદાર રહેશે. આ તરફ યુક્રેનના મિલિટરી બેઝ પર રશિયાની સેનાએ મોટો હુમલો કર્યો છે, જેમાં યુક્રેનના 70થી વધુ સૈનિકો માર્યા ગયા છે.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments