Team Chabuk-Gujarat Desk: વઢવાણમમાં 4 વર્ષના બાળકને 108ની ટીમે નવજીવન આપ્યું. બાળકને ઇલેક્ટ્રિક શોક લાગતા તે બેસુદ્ધ થઈ ગયો હતો. તેનો શ્વાસ રૂંધાવા લાગ્યો હતો. આવા સમયે 108ની ટીમને જાણ થતાં જ તેઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને બાળકને કૃત્રિમ શ્વાચ્છોશ્વાસ આપી હોસ્પિટલ પહોંચાડ્યો હતો. હોસ્પિટલમાં બાળને સમયસર સારવાર મળી જતાં તેનો જીવ બચી ગયો હતો.
મળતી માહિતી મુજબ વઢવાણ શહેરના માલધારી ચોકમાં રહેતા 4 વર્ષીય સમરાંજી મુન્નાભાઇ ગમારા સવારે ઘરના ફળિયામાં રમતો હતો. તે દરમિયાન પાણીની મોટરને અડી જતાં કરંટ લાગ્યો હતો. કરંટ લાગતા જ બાળક બેસુધ્ધ થઈ પડી ગયો હતો. બાળકનો શ્વાસ બંધ થવા લાગ્યો હતો. આ અંગે 108ને જાણ કરવામાં આવતા ઇએમટી આકાશભાઇ દસાડીયા, પાઇલોટ મેહુલભાઇ રાઠોડ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.
જ્યારે તેઓ પહોંચ્યા ત્યારે બાળકના શ્વાસ કે હૃદય ચાલતું ન હોવાનું જણાયું હતું. સમયસૂચકતા વાપરી તેમણે છાતી પર દબાણ આપવા સાથે કૃત્રિમ શ્વાસ આપવાના ચાલુ કર્યું હતું. જેના કારણે બાળકનું હ્રદય ફરી ચાલું થયું હતું.
બાળકને વધુ સારવાર માટે સી.યુ.શાહ મેડિકલ હોસ્પિટલમાં લઈ જવાયો હતો. આમ 108 ટીમને સમય સૂચકતાને લઇ બાળકને નવજીવન મળ્યું હતું. બાળકનો જીવ બચી જતાં તેના પરિવારે 108ની ટીમનો આભાર માન્યો હતો.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
