Homeગુર્જર નગરીવલસાડઃ એક તરફી પ્રેમમાં સગીરાનું અપહરણ કરી આરોપી જંગલમાં જતો રહ્યો, પછી...

વલસાડઃ એક તરફી પ્રેમમાં સગીરાનું અપહરણ કરી આરોપી જંગલમાં જતો રહ્યો, પછી જે થયું તે સાઉથના મૂવીને ટક્કર આપે તેવું છે

Team Chabuk-Gujarat Desk: વલસાડમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં એક તરફી પ્રેમમાં એક યુવકે પોતાના મિત્ર સાથે મળીને એક સગીરાનું અપહરણ કર્યું. એટલું જ નહીં સગીરાને લઈને તે જંગલમાં જતો રહ્યો જેને શોધવા માટે 300થી વધુ પોલીસકર્મીઓ અને 50 જેટલા સ્થાનિકો કામે લાગ્યા. પોલીસકર્મીઓ અને ગામલોકોએ જંગલમાં શોધખોળ કરી.

મળતી માહિતી મુજબ વલસાડ જિલ્લાના પારડી તાલુકાના વેલવાગડ ગામના તળાવ ફળિયામાં રહેતો સુનિલ નામનો યુવક સગીરાને 1 વર્ષ કરતા વધુ સમયથી હેરાન કરતો. આ બાબતે સગીરાના પરિવારના સભ્યોએ યુવકને સમજાવ્યો હતો. જોકે, માથાભારે યુવક માન્યો નહીં અને તેના મિત્ર સાથે સગીરાના ઘરે પહોંચી ગયો. સગીરાના પરિવારે જ્યારે વિરોધ કર્યો તો તેણે સગીરાની માતા, બહેન અને કાકા ઉપર જીવલેણ હુમલો કરી દીધો અને  સગીરાનું અપહરણ કરી ફરાર થઈ ગયો.

સગીરાનું અપહરણ કરી આરોપી પારડીના ટુકવાડા નવી નગરીના જંગલમાં જતો રહ્યો. બીજી તરફ ચિંતાતૂર પરિવારે પોલીસની મદદ લીધી. ઘટનાની ગંભીરતાને જોઈને પોલીસે તાત્કાલિક અલગ-અલગ ટીમ બનાવી. પારડી પોલીસ સહિત જિલ્લાનો પોલીસ કાફલો સગીરાને બચાવવા કામે લાગી ગયો. આ દરમિયાન પોલીસને બાતમી મળી કે આરોપી સગીરાને જંગલમાં લઈને ગયો છે. જેથી પોલીસે પહેલાં તાત્કાલિક જંગલને ચારે તરફથી કોર્ડન કર્યું. બાકીના 300 પોલીસકર્મીઓ 50 જેટલા સ્થાનિકો સાથે જંગલમાં ગયા.

સગીરાને શોધવા માટે પોલીસે નાઈટ ડ્રોનની પણ મદદ લીધી. જો કે, હિંસક પ્રાણીઓ વચ્ચે સગીરા ક્યાં હશે તેની કોઈ ભાળ ન હતી. સગીરા સાથે આપીએ શું કર્યું હશે તેનો પણ કોઈને કંઈ અંદાજ ન હતો. જંગલમાંથી આવતા પશુ-પક્ષીના અવાજ રાતને વધુ ભયાનક બનાવી રહ્યા હતા. આવો માહોલ રાતભર ચાલ્યો. ઘનઘોર અંધારામાં પોલીસના જવાનોએ આખુ જંગલ ખૂંદી નાખ્યું. વહેલી સવારે કેટલાક પોલીસકર્મીને સગીરા મળી ગઈ. જો કે, સગીરા એકલી જ હતી. સગીરાને મુકી આરોપી ફરાર થઈ ગયા હતા. રાતભર જંગલમાં રહેવાનો ડર સગીરાના ચહેરા પર દેખાઈ રહ્યો હતો. હાલ પોલીસે બંને આરોપીની શોધખોળ શરૂ કરી છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments