Team Chabuk-Sports Desk: ભારત અને શ્રીલંકા વચ્ચે મોહાલીમાં રમાય રહેલી પ્રથમ ટેસ્ટ રવીન્દ્ર જાડેજાના નામે રહી છે. રવીન્દ્રએ અણનમ 175 રનની ઈનિંગ થકી ખાસ કિર્તીમાન બનાવી આજનો દિવસ પોતાના નામે લખી નાખ્યો હતો. ભારત માટે સાતમાં નંબર પર ઉતરી સર્વાધિક રન બનાવવાનો કિર્તીમાન હવે રવીન્દ્ર જાડેજાના નામે છે. જાડેજાએ કપિલ દેવનો 36 વર્ષ જૂનો કિર્તીમાન તોડી નાખ્યો છે.
કપિલનો કિર્તીમાન પણ શ્રીલંકા સામે જ
વર્ષ 1986માં કાનપુરમાં શ્રીલંકાની વિરૂદ્ધ રમતા કપિલ દેવે સાતમા નંબર પર ઉતરી 163 રન બનાવ્યા હતા. જાડેજાએ મોહાલી ટેસ્ટમાં પોતાની ટેસ્ટ કારકિર્દીની બીજી સેન્ચુરી ફટકારી હતી. આ મેચમાં તેણે પોતાની ટેસ્ટ કારકિર્દીનો સર્વોચ્ચ સ્કોર પણ બનાવ્યો છે. જાડેજાએ 17 ચોગ્ગા અને ત્રણ છગ્ગાની મદદથી 175 રન બનાવ્યા હતા.
અશ્વિન અને જાડેજાની જોડી
અશ્વિન અને જાડેજા ટેસ્ટ ક્રિકેટમાં 15 વખત સાથે બેટીંગ કરી ચૂક્યા છે. જેમાં બીજી વખત બંને ખેલાડીઓએ 50+ની ભાગીદારી નોંધવી છે. આ મેચમાં બંને બેટર્સે સાતમી વિકેટ માટે 130 રન જોડ્યા હતા. આ પૂર્વે વર્ષ 2016માં ઈંગ્લેન્ડ વિરુદ્ધ 97 રનની ભાગીદારી નોંધાવી હતી. આ ભાગીદારી પણ સાતમી વિકેટ માટે જ હતી. શ્રીલંકાની વિરૂદ્ધ અશ્વિને 61 રનની ઈનિંગ રમી હતી.
ભારતનું પલડું ભારે
ભારતે પ્રથમ ઈનિંગ આઠ વિકેટ પર 574 રન બનાવી ડિક્લેર ઘોષિત કરી છે. રવીન્દ્ર જાડેજા સિવાય ભારતના વિકેટકિપર બેટર ઋષભ પંતે 96 રનની ઈનિંગ રમી હતી. અશ્વિને 61 અને હનુમા વિહારીએ 58 રનનું યોગદાન આપ્યું હતું. શ્રીલંકા માટે લકમલ, વિશ્વા ફર્નાંડો અને એમ્બુલડેનિયાએ બે-બે વિકેટ ઝડપી હતી. આ મેચમા ભારતની પકડ મજબૂત છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત