Homeગુર્જર નગરીજૂનાગઢઃ સિંહોનું મોન્સૂન વેકેશન પૂર્ણ, આજથી સિંહ દર્શન કરી શકાશે

જૂનાગઢઃ સિંહોનું મોન્સૂન વેકેશન પૂર્ણ, આજથી સિંહ દર્શન કરી શકાશે

Team Chabuk-Gujarat Desk: દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો છે. દિવાળીના વેકેશનમાં જો તમે ફરવા જવાનો પ્લાન બનાવી રહ્યો હોય તો તમારા માટે એક સારા સમાચાર છે. ગીરના સિંહોનું વેકેશન પૂર્ણ થઈ ગયું છે અને હવે આજથી પ્રવાસીઓ સિંહ દર્શનનો લાભ લઈ શકશે. આગામી વેકેશનને જોતાં પ્રવાસીઓ સિંહ દર્શન કરી શકે તે માટે એડવાન્સ બુકિંગની પણ શરૂઆત થઈ ગઈ છે. આજે સવારે સાસણમાં વન વિભાગના સ્ટાફની ઉપસ્થિતિમાં સિંહ દર્શનને લીલી ઝંડી આપવામાં આવી હતી.

આજથી સિંહ દર્શનની શરૂઆત થતાં જ જૂનાગઢના ગીર અભ્યારણમાં પ્રથમ દિવસે સિંહ દર્શન માટે પ્રવાસીઓની ભીડ જોવા મળી છે. ગીરના સિંહનું વેકેશન પૂર્ણ થતા આજથી સિંહ દર્શનની શરૂઆત થઈ છે. જેમાં પ્રથમ દિવસે જ મોટી સંખ્યામાં પ્રવાસીઓએ બુકિંગ કરાવ્યું છે. 16 જૂનથી 15 ઓક્ટોબર સુધી સિંહોનો સંવનનકાળ હોવાથી અભ્યારણ્ય બંધ રહ્યુ હતું. પરંતુ આજથી સિંહ દર્શન શરૂ થતા પ્રવાસીઓમાં ઉત્સાહ જોવા મળ્યો.

સિંહ દર્શનનો લ્હાવો લેવા આવતા પ્રવાસીઓએ ખુબ જ આનંદ વ્યક્ત કર્યો હતો. સાથે દિવાળીની રજાઓમાં સિંહ દર્શનની મજા માણવા પ્રવાસીઓ એડવાન્સ બુકિંગ કરાવી રહ્યા છે. હાલ મળી રહેલા પ્રતિસાદને જોતાં તંત્રને લાગી રહ્યું છે કે, દિવાળીના તહેવારમાં વધુ પ્રવાસીઓ ઉમટી પડશે. જેથી તંત્ર દ્વારા પણ તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે.

એશિયાઈ સિંહો માટે દુનિયાભરમાં વિખ્યાત એવું ગીરનું જંગલ ચાર મહિના માટે બંધ કરી દેવાય છે. આ ચાર મહિના માટે વનરાજો માટે વેકેશન જાહેર કરાય છે. ચોમાસાની ઋતુ શરુ થાની સાથે જ ગીરનું જંગલ દર વર્ષે બંધ કરી દેવામાં આવે છે. કારણ કે જંગલના રાજા સિંહ અને બીજા ઘણા પ્રાણીઓ માટે સંવનન કાળ શરૂ થયો હોવાથી, તેમને કોઈ ખલેલ ના પહોંચે તે માટે વન વિભાગ દ્વારા પ્રવાસીઓ માટે ગીરના દરવાજા બંધ કરી દેવાય છે. તો બીજી તરફ, ચોમાસાની ઋતુમાં વન વિભાગની કામગીરી વધી જાય છે. કારણ કે, ઈન્ફાઇટના કારણે સિંહો અને અન્ય પ્રાણીઓ ઘાયલ થતા હોય છે. ત્યારે વરસતા વરસાદમાં પણ તેઓને રેસ્ક્યુ કરી બચાવ કામગીરી થાય છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments