Team Chabuk-Entertainment Desk: ટીવી ઈન્ડસ્ટ્રીઝમાંથી એક દુઃખદ સમાચાર મળી રહ્યા છે. જાણીતી ટીવી અભિનેત્રી વૈશાલી ટક્કરે (Vaishali Takkar) આત્મહત્યા (suicide) કરી લીધી છે. ‘યે રિશ્તા ક્યા કેહલાતા હૈ’ અને ‘સસુરાલ સિમર કા’ ટીવી સિરિયલની અભિનેત્રી વૈશાલી ટક્કરે પોતાના ઈન્દોર સ્થિત ઘરે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી છે. સાથે જ વૈશાલીએ સ્યુસાઈડ નોટ પણ લકી છે. પોલીસ હાલ આ મામલે તપાસ કરી રહી છે.
મહત્વનું છે કે, અભિનેત્રી વૈશાલી ટક્કર છેલ્લા 1 વર્ષથી પોતાના ઈન્દોર સ્થિત ઘરે રહેતી હતી. વૈશાલી ટક્કરની આત્મહત્યાની જાણકારી મળતાં જ પોલીસ તેના ઘરે પહોંચી હતી અને મૃતદેહનો કબજો લીધો હતો. પોલીસને વૈશાલીના મૃતદેહ પાસેથી એક સ્યુસાઈડ નોટ પણ મળી છે. હાલ તેજાજી નગર પોલીસ દ્વારા આ સમગ્ર મામલે તપાસ કરવામાં આવી રહી છે.
વૈશાલી ટક્કર સોશિયલ મીડિયા પર પણ ખુબ જ એક્ટિવ હતી. તેણે ઈન્સ્ટાગ્રામ પર છેલ્લી પોસ્ટ 1 ઓક્ટોબરના રોજ મૂકી હતી. હાલ સ્યુસાઈડ નોટ પરથી પોલીસ તપાસ કરી રહી છે કે, વૈશાલી ટક્કરે આ પગલું ક્યાં કારણોસર ભર્યું. હાલ પોલીસ આત્મહત્યાનું કારણ જાણવા માટે તપાસ કરી રહી છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
