Homeગુર્જર નગરીસુરેન્દ્રનગરઃ થાનના નવાગામમાં માતાએ 9 મહિનાની દીકરીને ફાંસો આપી પોતે આત્મહત્યા કરી

સુરેન્દ્રનગરઃ થાનના નવાગામમાં માતાએ 9 મહિનાની દીકરીને ફાંસો આપી પોતે આત્મહત્યા કરી

Team Chabuk-Gujarat Desk: સુરેન્દ્રનગર જિલ્લાના થાન તાલુકાના નવાગામમાં માતાએ પોતાની 9 માહિનાની દીકરીને ફાંસો આપી પોતે પણ આત્મહત્યા કરી લેતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. માતાએ પોતાની નવ મહિનાની દીકરી નિહારિકા રાજેશભાઈ ડાભીનું ગળુ દબાવીને હત્યા કરી હતી અને બાદમાં પોતે પણ આત્મહત્યા કરી લીધી હતી. થાન પોલીસે બંને મૃતદેહનો કબ્જો લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા.

માતાએ પોતાની નવ મહિનાની દીકરીને પોતાના ઘરમાં જ સૂતરની દોરી સાથે લટકાવી મોતને ઘાટ ઉતારી હતી. ત્યાર બાદ પરિવારજનો બાળકીને દવાખાને લઇ જતાં ઘરમાં એકલી રહેલી માતાએ પણ ઘરમાં જ ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી લેતાં ચકચાર મચી જવા પામી છે.

મળતી જાણકારી અનુસાર, થાનના નવાગામમાં રહેતી ભાવુબેન રાજેશભાઈ ડાભીએ ઘર કંકાસથી કંટાળીને સૌપ્રથમ પોતાની 9 માસની બાળકીને ગળેફાંસો આપી મોતને ઘાટ ઉતારી દીધી હતી. ત્યારબાદ પોતે પણ મોતને વ્હાલુ કરી લીધું. પોલીસે બંનેના મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે મૃતક માતા સામે બાળકીની હત્યા અને આત્મહત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ઘટનાની જાણ થતા જિલ્લા પોલીસવડા હરેશ દૂધાત પણ ઘટનાસ્થળે દોડી ગયા હતાં. પોલીસની પ્રાથમિક તપાસમાં ઘટના પાછળ ઘર કંકાસ જવાબદાર હોવાનું સામે આવ્યું છે. મૃતક પરિણીતા સંયુક્ત કુંટુબમાં રહેતી હતી. જેને પરિવારથી અલગ રહેવું હતું. આ મુદ્દે પતિ સહિતનાઓ સાથે કકળાટ ચાલી રહ્યો હતો અને અંતે પરણિતાએ આ પગલું ભર્યું હતું.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments