Team Chabuk-Gujarat Desk: ઊનામાં એક યુવક લૂંટેરી દુલ્હનનો ભોગ બનતા બચી ગયો છે. લગ્ન પહેલાં જ યુવકને લૂંટેરી દુલ્હન પર શંકા જતાં સમગ્ર મામલાનો પર્દાફાશ થઈ ગયો હતો અને દુલ્હન અને વચેટિયાઓના બદઈરાદા પર પાણી ફરી ગયું હતું. આ કેસમાં પોલીસે ઊના, જામનગર, સુરેન્દ્રનગર, જુનાગઢ અને બોટાદના કુલ 9 શખ્સો વિરુદ્ધ ગુન્હો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે. આરોપ છે કે, લૂંટેરી દુલ્હને યુવક પાસેથી કુલ ખરીદી અને વાહનભાડા પેટે કુલ 46 હજાર 500 રૂપિયા ખંખેરી લીધા હતા.
શું છે સમગ્ર મામલો
ઊનાના નાળીયેરી મોલી ગામના હિતેષ રાખોલિયાની સગાઈ રાજકોટની અન્જુમ ઉર્ફે સપના સાથે નક્કી કરવામાં આવી હતી. ત્યારબાદ 21 જૂને ઊનામાં કોર્ટ મેરેજ કરવાનું નક્કી કરાયું હતું. જો કે, લગ્નના એક દિવસ અગાઉ સાંજે જ વચેટિયાનો કોલ આવ્યો હતો કે, અમે 21 તારીખે નહીં પરંતુ 23 તારીખે આવવાના છીએ. આમ, લગ્નની તારીખ પાછળ ઠેલવાતા યુવકને શંકા ગઈ હતી અને યુવતીના દસ્તાવેજ પોતાના વકીલને બતાવ્યા હતા. જેમા દસ્તાવેજ નકલી હોવાનું સામે આવતા યુવક ચોંકી ગયો હતો. જો કે, ત્યારબાદ યુવકે પોલીસની મદદ લીધી હતી અને જ્યારે લૂંટેરી દુલ્હન પોતાની ટોળકીને લઈને લગ્નનું નાટક કરવા માટે ઊના આવી ત્યારે પોલીસે લૂંટેરી દુલ્હન તેમજ વચેટિયા સહિત કુલ 9 લોકોને ઝડપી પાડ્યા હતા. તપાસમાં સામે આવ્યું છે કે, જે યુવતી સાથે યુવકના લગ્ન નક્કી કરાયા હતા તે પરણિત છે અને મૂળ જામનગરની વતની છે.
યુવકે પોલીસને જણાવ્યું હતું કે, 18 જૂને કાકડી મોલી ગામમાં જ રહેતાં વિનુ રાઠોડ નામના વ્યક્તિની મધ્યસ્થિતી તેની સગાઈ નક્કી કરાઈ હતી. જે યુવતી સાથે સગાઈ કરવાની હતી તેની ઓળખ સપના તરીકે કરાવી હતી. યુવક અને તેના પરિવારને શંકા ન જાય તે માટે તમામ રીતરિવાજો પ્રમાણે આરોપીઓ આગળ વધી રહ્યા હતા. અને મુલાકાત માટે રાજકોટ બોલાવ્યા હતા. જ્યારે યુવકના પરિવારને રાજકોટ બોલાવાયો ત્યારે સપના સાથે ભાવના ગડા ઉર્ફે કાજલ નામની મહિલા પણ ત્યાં હાજર હતી. યુવકે યુવતીને પસંદ કર્યા બાદ આરોપી કાજલે લગ્ન કરાવવાના અઢી લાખ રૂપિયા પણ માગ્યા હતા. જો કે, યુવકના પિતા સાથે વાતચીત બાદ 2 લાખ 21 હજાર રૂપિયા આપવાનું નક્કી કરાયું હતું.
વાતચીત મુજબ યુવકના પિતાએ ભાવના ગડા ઉર્ફે કાજલને 20 હજાર રૂપિયા રોકડા આપ્યા હતા. ત્યારબાદ વિશ્વાસમાં લઈને વધુ 20 હજાર ખરીદીના નામે પડાવ્યા હતા. જ્યારે બાકીના 2 લાખ રૂપિયા લગ્ન થાય તે વખતે આપવાનું નક્કી કરવામાં આવ્યુ હતું. એટલું જ નહીં જ્યારે યુવતીનો નકલી પરિવાર ઊના આવ્યો ત્યારે વાહનભાડાના 5 હજાર 500 રૂપિયા પણ યુવત પાસેથી જ લીધા હતા. આમ, અલગ અલગ પ્રકારે યુવક પાસેથી કુલ 46 હજાર રૂપિયા પડાવ્યાનો આરોપ છે.
આરોપી
| વિનોદ ઉર્ફે વિક્રમ રણછોડ રાઠોડ | કાકીડી મોલ, ઉના, ગીર સોમનાથ |
| ક્રિષ્ના ઉર્ફે ગિતાંજલી (વિનોદની પત્ની) | કાકીડી મોલ, ઉના, ગીર સોમનાથ |
| અન્જુમ ઉર્ફે સપના | જામનગર |
| શારદા ઉર્ફે શાયરા ઉર્ફે કાશી | લોધિકા, રાજકોટ |
| ભાવના ઉર્ફે કાજલ | જૂનાગઢ |
| ગોવિંદ હીરા વ્યાસ | રાજકોટ |
| અશ્વિન ધરમશી લીમ્બોડિયા | નાગડકા, સાયલા, સુરેન્દ્રનગર |
| ગોવિંદ ધરમશી લીમ્બોડિયા | નાગડકા, સાયલા, સુરેન્દ્રનગર |
| વિશાલ બેચર સરવૈયા | બોટાદ |
હાલ આ સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે અને લૂંટેરી દુલ્હન તેમજ વચેટિયા અને અન્ય આરોપીઓએ મળીને અન્ય કોઈ ગુનાને અંજામ આપ્યો છે કે કેમ તે અંગે તપાસ શરૂ કરી છે. હવે પોલીસની તપાસમાં ચોંકાવનારા ખુલાસા થાય તેવી શક્યતા છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત