થોડું વધારે ખવાઈ જાય અને પાચન થયા પછી પણ એ મળ વાટે બહાર ન નીકળે તો ડોક્ટર ઉપરના ફોટામાં લખેલું છે એ જ વાત કહે, ‘અચ્છા બાત નહીં હૈ યે.’ ન જવાથી કબજીયાતની સમસ્યા રહે. શરીરને સ્વસ્થ અને નિરોગી રાખવાનો એક જ ઈલાજ છે. સવારે વધારે નાસ્તો કરો. બપોરે તેનાથી ઓછો અને રાતે જાણે કોઈએ આપ્યું જ નથી. સાંજના છ પહેલા જમી લેવું સૌથી ઉચિત છે. અર્થાત્ સવારમાં રાજાની જેમ અને રાતે ભીખારીની જેમ ભોજન કરો.
ગુજરાતી ફિલ્મ છે રાજ-રાજવણ. ફિલ્મમાં નરેશ કનોડિયાનો ભૂતકાળ બતાવે છે જ્યારે તે હીરોઈન રાજવણ ઉર્ફ મિનાક્ષી પંડિત સાથે લગ્ન કરતા રહી ગયો હતો અને લગ્ન ન થતા હીરોઈનની આત્મા ભૂત બની ખંડેરમાં ભાટકતી રહેતી હતી. હવે આ ફિલ્મ બિલકુલ સેન્ટરમાં પહોંચે ત્યાં એક કોમેડી આવે છે.
હવે છોકરી રાજવણને ત્યાં લાખાનું માગુ આવ્યું છે. રાજવણને લાખો ગમતો નથી. ગુસ્સામાં ખીરમાં ન નાખવાનું નાખી દે છે એટલે થાય ઝાડા. જ્યારે જ્યારે મુખીને દીકરાના રાજવણ સાથેના લગ્નની વાત કરે ત્યારે ત્યારે રમેશ મહેતા બોલે, ‘એ જાજરૂ ગયા. અમારા ઘરમાં શું સંધાયને ટેવ છે. ખાતા જાય જાતા જાય. ખાતા જાય જાતા જાય.’
રમેશ મહેતાના સંવાદની જેમ ખાતા જાય અને જાતા જાય એમ નહીં, પણ દિવસમાં એક વખત સરખી રીતે તો જવું જોઈએ ને.

16 વર્ષનો એક છોકરો છે. મધ્યપ્રદેશના મુરૈના જિલ્લામાં રહે છે. અજીબ પ્રકારની બીમારી લાગુ પડી ગઈ છે. 18 મહિનાથી ટોયલેટ દર્શન નથી કર્યા. લાગે કે કંઈ ખાતો નહીં હોય એટલે, પણ ના રોજ 19-20 રોટલીઓ પેટમાં પધારાવી જાય છે ને છતાં સંડાસ નામે કંઈ નહીં. પરિવારજનો તેની આ બીમારીથી ચિંતિત રહેવા લાગ્યા છે કે ક્યાંક કોઈ મોટી બીમારી ન હોય.
સબજીત મનોજ કુમાર ચાંદિલ નામનો આ ગરીબ પરિવારનો છોકરો છે. ડોક્ટરો પણ નથી સમજી શકતા કે પેટના કયા અંધારીયા ખૂણામાં તેનું ભોજન ચાલ્યું જાય છે. પચી જાય છે તો પણ… એક વાત કહી દઉં કે તમે ઉપવાસ રહો તો પણ મળ તો નીકળે જ છે.

પરિવારજનોએ પણ એક બાદ એક એમ મુરૈના-ભિણ્ડ-ગ્વાલિયર સહિતના ડોક્ટરોને બતાવ્યું પણ ડોક્ટોરોને આ સ્થિતિ સમજાતી જ નથી. બીમારી કઈ છે આ માટે ટેસ્ટિંગ પણ ઘણા કરાવ્યા છતાં તપાસમાં કંઈ સામે આવતું નથી.
સબજીત રોજ 18-20 રોટલીઓ ભોજનમાં લે છે. તેના શરીરમાં અત્યારે કોઈ પણ પ્રકારની સમસ્યા નથી. એક સામાન્ય માનવીની જેમ તેનું જીવન ચાલી રહ્યું છે. જોકે પરિવારજનો તેની સંડાસ ન જવાની સમસ્યાના કારણે વ્યથિત છે.
યુનાઈટેડ કિંગડમનો એક કિસ્સો મને યાદ આવી ગયો. પોલીસ એક વ્યક્તિને જબરન મળ ત્યાગ કરાવવા માગતી હતી. એણે વીસ દિવસ મળ ત્યાગ ન કર્યું. પોલીસને શંકા હતી કે પેટમાં ડ્રગ્સ સહિતના નશીલા પદાર્થો છૂપાવીને રાખ્યા છે. પણ આ ભાઈ વીસ દિવસ સુધી સંડાસ ન ગયા. અર્થાત્ પેટમાં કંઈક તો હતું જ બાકી પોલીસે તો કેટલું ભોજન આપેલું. ખાધા રાખેત ને સમય આવ્યે જાત તો આરામથી આઝાદ કરી દેત. મફતની આવી મજા કોઈ છોડે. કંઈક સંતાડ્યું હોય તો છોડવું પડેને ? ડોક્ટરોએ પણ કહેલું કે એ પોતે જ વારંવાર રોકી રાખે છે.

લાંબા સમય સુધી ટોયલેટ ન જવાના કારણે આંતરડાની સમસ્યા ઉત્પન્ન થાય છે. તાણ અનુભવાય છે પેટના ભાગે ખૂબ દુખાવો થાય છે. ઉપર કહી એ વાત પ્રમાણે આપ શ્રી જમો કે ન જમો. ઉપવાસ રહો. આંતરડા મળ ત્યાગનું કાર્ય કરતા જ રહેશે. મળમાં તો એક તૃતિયાંશ ભાગ જ ફૂડ વેસ્ટ હોય છે.
પોલીસની સૌથી મોટી સમસ્યા એ હતી કે આ માણસ કંઈ ખાતો જ નહોતો. છેલ્લે નિષ્ણાંત ડોક્ટરો એ પોલીસને હાશકારો આપતા કહી દીધું હતું કે, એક વખત તો એવો સમય આવશે જ જ્યારે હળવા થવા માટે તેને જવું જ પડશે. એ સામેથી પોલીસને કહેશે અને ત્યારે પોલીસ તેને રાજી ખુશી જણાવશે.

તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત