Homeગામનાં ચોરેતમારા ગામને કોરોના મુક્ત બનાવો અને જીતો પચાસ લાખ રૂપિયા

તમારા ગામને કોરોના મુક્ત બનાવો અને જીતો પચાસ લાખ રૂપિયા

Team Chabuk-National Desk: મહારાષ્ટ્રની ઉદ્ધવ સરકારે કોરોનાને કાબુમાં લાવવા માટે એક નવી તરકીબ અપનાવી છે. હવે કોરોના મુક્ત ગામ નામની સ્પર્ધાની ઘોષણા કરવામાં આવી છે. જે ગામામાં કોરોનાને લઈ સારું કામ થયું હશે, અને ગામને સદંતર કોરોનામુક્ત કરવામાં આવ્યું હશે, તેવા ત્રણ પસંદગીના ગામોને ઈનામ આપવામાં આવશે. પ્રથમ ગામને 50 લાખ, બીજા ગામને 25 લાખ અને ત્રીજા ગામને 15 લાખ રૂપિયા આપવાની જાહેરાત કરવામાં આવી છે.

થોડા સમય પહેલા જ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે દ્વારા કેટલાક ગામોની સરાહનીય કામગીરી જોઈને તેમની પ્રશંસા કરી હતી. જે પછી મુખ્યમંત્રીએ ‘મારું ગામ કોરોનામુક્ત ગામ’ જેવી ઈનામી સ્પર્ધાની ઘોષણા કરી હતી. રાજ્યના ગ્રામીણ વિકાસ મંત્રી હસન મુશરિફે કહ્યું કે, ‘કોરોના મુક્ત ગામ પ્રતિયોગિતા મુખ્યમંત્રી તરફથી ઘોષિત કરવામાં આવેલ પહેલનો ભાગ છે. આ પ્રતિયોગિતા હેઠળ જે ત્રણ ગામનું કામ સર્વશ્રેષ્ઠ હશે તેમને ઈનામ વિતરણ કરવામાં આવશે.’

મહારાષ્ટ્રમાં કોવિડ કેસ

મહારાષ્ટ્રમાં બુધવારે કોવિડ-19ના 15,159 નવા કેસ સામે આવ્યા હતા. રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 57,76,184 થઈ ગઈ છે. સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે 285 લોકોના મૃત્યુ થઈ ચૂક્યા છે. આ સાથે જ મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં 96,751 લોકોના જીવ કોરોના મહામારીના કારણે ગયા છે.

મહારાષ્ટ્રના સ્વાસ્થ્ય વિભાગે જણાવ્યું કે, બુધવારના રોજ આવેલા કેસ મંગળવારના રોજ સામે આવેલા 14,123 કેસથી વધારે છે. સ્વાસ્થ્ય વિભાગે આનંદની લાગણી વ્યક્ત કરતા કહ્યું કે નવા સંક્રમિત કેસની સામે સ્વસ્થ થનારા લોકોની સંખ્યા હવે વધારે છે. મહારાષ્ટ્રમાં બુધવારના રોજ 29,270 દર્દીઓ સંક્રમણ મુક્ત થયા બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. આ સાથે જ પ્રદેશમાં સંક્રમણ મુક્ત થનારાઓની કુલ સંખ્યા 54,60,589 થઈ ગઈ છે. રાજ્યમાં આ સમયે 2,16,016 દર્દીઓ કોરોના સામે ઉપચાર મેળવી રહ્યા છે.

સ્વાસ્થ્ય વિભાગે જણાવ્યું કે, પ્રદેશમાં સંક્રમણ મુક્ત હોવાનો દર 94.54 થઈ ગયો છે. જે એક દિવસ પહેલા 94.28 ટકા હતો. તો મૃત્યુદર 1.67 ટકા થઈ ગયો છે. મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં બુધવારના રોજ સતત ત્રીજા દિવસે નવા કેસની સંખ્યા એક હજારથી નીચે રહી છે. મહાનગરમાં 925 કેસ સામે આવ્યા જ્યારે 1,632 દર્દીઓ સંક્રમણ મુક્ત થતાં હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.

દેશની આર્થિક રાજધાનીમાં કોવિડ-19થી 31 કરતા વધારે દર્દીઓનાં મોત થઈ ચૂક્યા છે. જેથી કુલ 14,938 લોકોનો મહાનગરમાં જીવ ગયો છે. બૃહદ મુંબઈ નગરમહાપાલિકાના આંકડાઓ પ્રમાણે અત્યાર સુધીમાં 7,08,007 લોકોના સંક્રમિત થવાની પુષ્ટી થઈ છે. બીએમસીના જણાવ્યા અનુસાર હાલ શહેરમાં 16,580 દર્દીઓ સારવાર હેઠળ છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments