Homeદે ઘુમા કેભારતના આ સ્ફોટક બેટ્સમેને એક ઓવરમાં ફટકારી 7 સિક્સ, જુઓ વીડિયો

ભારતના આ સ્ફોટક બેટ્સમેને એક ઓવરમાં ફટકારી 7 સિક્સ, જુઓ વીડિયો

Team Chabuk-Sports Desk: વિજય હજારે ટ્રોફીમાં (vijay hazare trophy) મહારાષ્ટ્રના ઓપનર ઋતુરાજ ગાયકવાડે (ruturaj gaikwad) એક મોટો વિશ્વ રેકોર્ડ પ્રસ્થાપિત કર્યો છે. આ પ્રતિષ્ઠિત ટૂર્નામેન્ટની ક્વાર્ટર ફાઈનલ મેચમાં ગાયકવાડે એક ઓવરમાં 7 સિક્સર ફટકારી હતી. આવું કરનાર તે વિશ્વનો પ્રથમ બેટ્સમેન બની ગયો છે. તેણે મેચની 49મી ઓવરમાં આ રેકોર્ડ બનાવ્યો છે. સાત શાનદાર સિક્સરની મદદથી ગાયકવાડે આ મેચમાં બેવડી સદી ફટકારી હતી.

વિજય હજારે ટ્રોફીમાં મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશ વચ્ચે આ મુકાબલો હતો જેમાં મહારાષ્ટ્રના ઓપનિંગ બેટ્સમેન ઋતુરાજ ગાયકવાડે 49મી ઓવરમાં સિક્સરની હારમાળા રચી દીધી હતી. ઋતુરાજ ગાયકવાડે ઉત્તર પ્રદેશના બોલર શિવા સિંહની ઓવરમાં 7 સિક્સર ફટકારી વિશ્વ રેકોર્ડ સ્થાપી દીધો છે. સાથે જ ગાયકવાડે બેવડી સદી પણ ફટકારી છે. આ મેચમાં ઋતુરાજ ગાયકવાડે 159 બોલમાં 220 રન બનાવ્યા છે. જેમાં તેણે 10 ચોગ્ગા અને 16 છગ્ગા ફટકાર્યા છે.

ગાયકવાડના એક ઓવરમાં 43 રન

ઋતુરાજ ગાયકવાડે ઉત્તર પ્રદેશ સામે સતત સાત સિક્સર ફટકારીને વિશ્વ રેકોર્ડની બરાબરી કરી છે. આ ઓવરમાં તેણે 43 રન ફટકાર્યા છે. ઉત્તર પ્રદેશની ટીમ સામેની ગાયકવાડની ઈનિગ્સમાં તેણે લિસ્ટ-એના ઈતિહાસમાં એક ઓવરમાં સૌથી વધુ રન ફટકારવાના વિશ્વ રેકોર્ડની બરાબરી કરી છે. ગાયકવાડ પહેલા આ કારનામું બ્રેટ હેમ્પટન અને જો કાર્ટરે વર્ષ 2018માં એક ઓવરમાં 43 રન બનાવીને કર્યું હતું.

આવી રીતે લગાવી સાત સિક્સ

48.1 ઓવર- 6 રન

48.2 ઓવર- 6 રન

48.3 ઓવર- 6 રન

48.4 ઓવર- 6 રન

48.5 ઓવર- 6 રન (નોબોલ)

48.5 ઓવર- 6 રન (ફ્રી હિટ)

48.6 ઓવર- 6 રન

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments