Homeગામનાં ચોરેગેમ રમવા મોબાઈલ ન આપ્યો તો બહેને 12 વર્ષના ભાઈનું ગળુ દબાવી...

ગેમ રમવા મોબાઈલ ન આપ્યો તો બહેને 12 વર્ષના ભાઈનું ગળુ દબાવી હત્યા કરી નાખી

Team Chabuk-National Desk: હરિયાણાના ફરીદાબાદમાં 15 વર્ષની બહેને તેના 12 વર્ષના ભાઈને ગળું દબાવી હંમેશા માટે સુવડાવી દીધો. એટલું જ નહીં ભાઈના મૃતદેહને પલંગ પર મૂકી તેના પર ચાદર ઢાંકી રોજના કામે લાગી ગઈ. જો કે, જ્યારે આ વાતનો ખુલાસો થયો ત્યારે તેના માતા-પિતાના પગ તળેથી જમીન ખસી ગઈ.

ફરીદાબાદના કોલીવાડામાં રહેતા પરિવાર સાથે આ દુર્ઘટના ઘટી છે. ગુરુવારે માતા-પિતા કામ પર ગયાં હતાં. પુત્ર અને બહેન એકલાં હતાં. મૃતકની માતાએ કહ્યું- સાંજે જ્યારે તે ડ્યૂટી પરથી પાછી આવી ત્યારે દીકરો પલંગ પર સૂતો હતો. અમને લાગ્યું કે દીકરો સૂતો હશે. જ્યારે તે લાંબા સમય સુધી ન જાગ્યો ત્યારે તેઓએ તેને જગાડવાનો પ્રયાસ કર્યો. બાળકના ગળા પર કેટલાંક નિશાન જોવા મળ્યાં હતાં. શંકા થઈ. ત્યાં સુધીમાં આસપાસના લોકો પણ એકઠા થઈ ગયા હતા.

દીકરાના ગળા પરના નિશાન જોઈને દીકરીને બોલાવી. દીકરીએ કહ્યું કે તેને કંઈ ખબર નથી. વચ્ચે થોડો સમય તે ટેરેસ પર ગઈ હતી. તેણે કોઈને અહીં આવતા-જતા જોયા પણ નથી. તેને ખબર નથી કે તેના ભાઈને શું થયું છે?

shed AD
doctor plus

માતાપિતાને શંકા હતી કે તેમના પુત્ર સાથે કંઈક ખોટું થયું છે. આ અંગે તેમણે પોલીસમાં ફરિયાદ કરી હતી. પોલીસે ઘરમાં તપાસ કરી હતી. બહારના લોકો ઘરમાં પ્રવેશ્યા હોવાના કોઈ પુરાવા ન મળ્યા. જેથી પોલીસને પણ બહેન પર શંકા ગઈ.

પહેલાં તો સગીરા હત્યા કર્યાની ના પાડી રહી હતી. પોલીસે કડકતા દાખવતાં તેણે કહ્યું- ભાઈ મોબાઈલમાં ગેમ રમી રહ્યો હતો. મેં પૂછ્યું તો પહેલાં કહ્યું કે થોડા સમય પછી આપીશ. પછી પણ તેણે મોબાઈલ આપ્યો ન હતો. ગુસ્સામાં મેં મારા ભાઈનું ગળું દબાવી દીધું.

સગીરાએ એમ પણ કહ્યું કે માતા-પિતા તેના ભાઈને વધુ પ્રેમ કરે છે. ગેમ રમવા માટે તેને જ મોબાઈલ આપતાં હતાં. જો હું મોબાઈલ માગતી કે ગેમ રમતી તો મને ઠપકો આપતાં. જે બાદ પોલીસે સગીરા વિરુદ્ધ ગુનો નોંધી કાયદાકીય કાર્યવાહી હાથ ધરી હતી.

whatsapp

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments