Homeગુર્જર નગરીSurat: મહિલાએ ગળેફાંસો ખાઈ આપઘાત કરતા ચકચાર, સુસાઈડ નોટમાં લખ્યું, મેં જીના...

Surat: મહિલાએ ગળેફાંસો ખાઈ આપઘાત કરતા ચકચાર, સુસાઈડ નોટમાં લખ્યું, મેં જીના ચાહતી થી લેકિન….

Team Chabuk-Gujarat Desk: સુરતમાં એક મહિલાએ ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. મહિલાના આપઘાત સાથે એક સુસાઇડ નોટ મળી આવી છે, જેમાં તેની પૂર્વ શેઠાણી પર ગંભીર આક્ષેપ લગાવવામાં આવ્યા છે. સુસાઈડ નોટમાં લખ્યું છે કે, મેં જીના ચાહતી થી લેકિન મેરા જીના દુશ્વાર કર દિયા થા. મહિલાના પરિવારજનોએ આપઘાત તેના પતિ અને સાસરિયાના ત્રાસના કારણે કર્યો હોવાનું કહી રહ્યા છે. બે છોકરી બાદ છોકરો કરવાના દબાણથી ત્રાસ આપતા આપઘાત કર્યો હોવાનું જણાવી રહ્યા છે. મહિલાના આપઘાતથી બે દીકરી કે પોતાની માતાની છત્રછાયા ગુમાવી છે. જોકે, હાલ આ અંગે ખટોદરા પોલીસ તમામ બાબતે તપાસ કરી રહી છે.

મીડિયા અહેવાલ અનુસાર, મૂળ મહારાષ્ટ્રના નંદુરબારના અને સુરતના ઉધના અંબાનગર ખાતે મહિલા જયશ્રી જાદવ તેના પતિ ગૌતમ જાદવ અને બે પુત્રી સાથે રહેતી હતી. મહિલા ગોળદોરમાં એક બંગલામાં નોકરાણી તરીકે પહેલા કામ કરતી હતી. જ્યારે પતિ પણ ત્યાં જ છૂટક મજૂરી કામ કરતો હતો. મહિલાએ ગત રોજ અચાનક તેના ઘરે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. ઘટનાને પગલે ખટોદરા પોલીસ મહિલાના મૃતદેહને પીએમ અર્થે મોકલી તપાસ હાથ ધરી છે. દરમિયાન મહિલા પાસેથી એક સુસાઇડ નોટ મળી આવી છે, જેમાં ચોંકાવનારી વિગતો જાણવા મળી છે.

ઉછીના બે લાખ રૂપિયા શેઠાણી પાસે માંગ્યા હતા

ઉધના અંબા નગરમાં બનેલી આ ઘટના બાદ સિવિલના પોસ્ટમોર્ટમ રૂમ બહાર પતિ ગૌતમ જાદવે જણાવ્યું હતું કે, હું અને મારી પત્ની જયશ્રી ત્રણ મહિલા પહેલા ઘોડદોડ રોડ, કરીમાબાદ સોસાયટીના એક બંગલામાં કામ કરતા હતા અને ત્યાં જ શેઠાણીના સગાના ઘરે રહેતા હતા. ઘરકામની વર્ષો જૂની નોકરી હોવાથી જયશ્રીએ નવા મકાનની ખરીદી માટે પ્રતિ માસ હજાર-બે હજાર પરત આપવાની શરતે તેની શેઠાણી પાસેથી 2 લાખ લીધા હતા.જોકે 3 મહિના બાદ વારંવાર શેઠાણીના ઝઘડાથી કંટાળી અમે નોકરી છોડી દીધી હતી.

દોઢ મહિના પહેલા પણ કડક ઉઘરાણી કરી હતી

પતિએ વધુમાં જણાવ્યું હતું કે, શેઠાણી બે લાખ રૂપિયાની ઉઘરાણી કરવા લાગ્યા હતા. દોઢ મહિના પહેલા પણ કડક ઉઘરાણી કરી હતી. ત્યારબાદ ફોન પર ધમકાવવાના સૂરે વાત કરતા હતા. છેલ્લે 15મી જુલાઈ સુધીમાં 2 લાખ આપી જવાનું કહી ફોન કાપી નાંખ્યો હતો. આટલી જલ્દી આટલી મોટી રકમની કોઈ વ્યવસ્થા કરવી અશક્ય હતી. અમારી પાસે શેઠાણીની વાતચીતનું ઓડિયો રેકોર્ડિંગ પણ છે. 15મી જુલાઈ સુધી નાણાં પરત આપવાનો માનસિક તણાવ જયશ્રીને આપઘાત તરફ ખેંચી ગયો છે.અમે બંને નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવી રહ્યાં હતા.

whatsapp

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments