Team Chabuk-National Desk: મહારાષ્ટ્રમાં મંગળવારે એક મોટો અકસ્માત થયો હતો. બ્રેક ફેઈલ થવાને કારણે મુંબઈ-આગ્રા હાઈવે પર એક ટ્રક એક હોટલમાં ઘૂસી ગઈ હતી. આ અકસ્માતમાં 10થી વધુ લોકોનાં મોત થયાં છે. આ ગમખ્વાર અકસ્માતમાં 30થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. મુંબઈ-આગ્રા હાઈવે પર શિરપુર તાલુકાના પલાસનેર ગામમાં બપોરે 12 વાગ્યાની આસપાસ આ અકસ્માત થયો હતો.
અકસ્માતના CCTV ફૂટેજ સામે આવ્યા છે, એમાં ટ્રક ઝડપથી આવતી દેખાઈ રહી છે. પહેલાં એણે સફેદ રંગની કારને ટક્કર મારી. અથડામણ પછી ટ્રક રસ્તાની બાજુની હોટલમાં પલટી ખાઈ ગઈ. હોટલમાં બેઠેલા અનેક લોકોને ટ્રકે કચડી નાખ્યા.
કેન્ટનર હોટલમાં ઘૂસી જતાં અકસ્માત સર્જાયો હતો. અકસ્માત સમયે હોટલની બહાર અન્ય ઘણા વાહનો પાર્ક કરવામાં આવ્યા હતા. હોટલમાં પ્રવેશતી વખતે કન્ટેનર પણ તે વાહનોને અથડાયું હતું. આ અકસ્માતમાં ઘાયલોની સ્થાનિક હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. મૃત્યુઆંક હજુ વધવાની આશંકા છે.

સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર આ અકસ્માત દરમિયાન કન્ટેનરની સ્પીડ લગભગ 80 કિમી પ્રતિ કલાકની હશે. કન્ટેનર પર બેલાસ્ટ લોડ કરવામાં આવ્યું હતું.લોકોએ આ ઘટના અંગે પોલીસને જાણ કરી હતી. ત્યાર બાદ ઘાયલોને હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા અને ક્રેનની મદદથી કન્ટેનરને હટાવી લેવામાં આવ્યું. આ દુર્ઘટનામાં હોટલ સંપૂર્ણપણે નાશ પામી હતી.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
