Homeગુર્જર નગરીજૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં ફળોના રાજા કેસર કેરીનું આગમન, જાણો 10 કિલોના ભાવ...

જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં ફળોના રાજા કેસર કેરીનું આગમન, જાણો 10 કિલોના ભાવ શું બોલાયો ?

Team Chabuk-Gujarat Desk: ઉનાળાની ગરમીની શરુઆત થતાની સાથે જ ફળોના રાજા કેસર કેરીનું આગમન થઈ ચૂક્યું છે. જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીનાં 40 બોક્સની આવક થઈ છે. યાર્ડમાં પ્રતિ 10 કિલો બોક્સના 2000થી 3000 રૂપિયા બોલાયા હતા. કેરીના રસિયાઓ માટે આ સારા સમાચાર છે. આ વર્ષે તાલાલા પંથકમાં આંબા પર સારા પ્રમાણમાં ફ્લાવરિંગ થયું હોઈ, કેસર કેરીનું ઉત્પાદન પણ વધવાની આશા છે. વેપારીઓના મતે આગામી 15 દિવસમાં કેરીની આવકમાં નોંધપાત્ર વધારો જોવા મળશે.

કેરીના રસિયાઓ જેની આતુરતાપૂર્વક રાહ જોતા હોય છે એ કેસર કેરીનું આગમન જૂનાગઢના માર્કેટ યાર્ડમાં થઈ ગયું છે. ગુજરાત સહિત દેશભરમાં તાલાલાની કેસર કેરી ખૂબ જ જાણીતી છે. તાલાલા પંથકની કેસર કેરીનાં 40 બોક્સની આવક થઈ છે. આ કેરીના 10 કિલોના 2000થી 3000 રૂપિયા ભાવ બોલાયા હતા. ગુજરાતવાસીઓ કેરીની સીઝનમાં પુષ્કળ પ્રમાણમાં કેસર કેરીનો સ્વાદ માણતા હોય છે. તાલાલા ગીરની કેસર, કચ્છની કેસર તેમજ વલસાડની હાફુસ કેરી ગુજરાત અને દેશવિદેશમાં ખૂબ જ લોકપ્રિય છે.

સામાન્ય રીતે કેરીની સીઝન મે મહિનામાં જામતી હોય છે. જોકે સીઝન સાનુકૂળ રહે તો એની સીઝન માર્ચ મહિનાથી શરૂ થઈ જાય છે અને એ જૂન કે જુલાઈ મહિના સુધી ચાલે છે. જો માવઠું ન થાય કે વાતાવરણમાં કોઈ મોટો ફેરફાર ન થાય તો કેરીનો પાક પુષ્કળ પ્રમાણમાં ઊતરતો હોય છે.

જૂનાગઢ ફ્રૂટ્, માર્કેટના એક વેપારીએ જણાવ્યું હતું કે જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર કેસર કેરીની આવક શરૂ થઈ ગઈ છે અને 2000થી 3,000ના ભાવે 10 કિલો કેરી વેચાઈ રહી છે. આવનારા દિવસોમાં કેરીની આવક વધી જશે તો બીજી તરફ આ વર્ષે પાક સારો હોવાથી કેરી પણ સારા પ્રમાણમાં આવશે.

whatsapp

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments